કોડીનારના ગોહિલની ખાણ ગામના તલાટીને માહિતી અધિકાર ભંગ બદલ 10 હજારનો દંડ

જાહેર માહિતી અધિકાર 2005 મુજબ અરજદારે માગેલી માહિતી ઇરાદાપૂર્વક નહીં આપવા અંગે કોડીનાર તાલુકાના ગોહિલ ની ખાણ ગામના તાત્કાલિન તલાટી મંત્રી દિનેશભાઈ એચ. દાહીમાને ગુજરાત…

જાહેર માહિતી અધિકાર 2005 મુજબ અરજદારે માગેલી માહિતી ઇરાદાપૂર્વક નહીં આપવા અંગે કોડીનાર તાલુકાના ગોહિલ ની ખાણ ગામના તાત્કાલિન તલાટી મંત્રી દિનેશભાઈ એચ. દાહીમાને ગુજરાત માહિતી આયોગ દ્વારા ₹10,000 નો દંડ ફટકારતા ચકચાર મચી ગઈ છે.

સરકારી કચેરીઓમાં થતા ભ્રષ્ટાચાર અંગે જાગૃત નાગરિક દ્વારા માહિતી અધિકાર 2005 નો ઉપયોગ કરીને માહિતી માગવાનો અધિકાર છે અને જાગૃત નાગરિક દ્વારા આવી માહિતી માગવામાં આવે છે ત્યારે સરકારી બાબુઓ યેનકેન પ્રકારે અરજદારને માહિતી ઇરાદાપૂર્વક નહીં આપીને અરજદારને ધક્કા ખવડાવે છે ત્યારે કોડીનાર તાલુકાના એક અરજદારે ગોહિલ નીખાણ ગ્રામ પંચાયતના તલાટી પાસે માંગેલી માહિતી ન આપતા અને અપીલ અધિકારીના હુકમનો પણ ઉલાળીયો કરતા અરજદારે માહિતી આયોગના આશરો લેતા અરજદારને માહિતી ન આપતા તલાટી દંડાયા હતા.

આ અંગેની વિગત એવી છે કે કોડીનાર તાલુકાના ગોહિલ ની ખાણ ગામના અગ્રણી ભીખાભાઈ કાળાભાઈ ગોહિલે ગ્રામ પંચાયતમાંથી કેટલીક માહિતીઓ માગી હતી ત્યારે તે વખતના તલાટી મંત્રી દિનેશભાઈએ ઇરાદાપૂર્વક માહિતી ન આપીને અરજદારને ગોળ ગોળ જવાબ આપ્યા હતા. જેથી માહિતી માગનાર અજદારે પ્રથમ અપીલ કરી હતી અને અપીલ અધિકારીએ પણ અરજદારને માહિતી આપવા માટે કરેલા હુકમનો પણ તલાટી મંત્રીએ ઉલાડિયો કરી નાખ્યો હતો ત્યારે ન છૂટકે અરજદાર ભીખાભાઈ ગોહિલે ગાંધીનગર માહિતી આયોગ નો આશરો લીધો હતો જ્યાં રાજ્ય માહિતી કમિશનર ભરતભાઈ ગણાત્રાએ અરજદારને ઇરાદાપૂર્વક માહિતી ન આપનાર તલાટીને ₹10,000 નો દંડ ફટકાર્યો હતો ગુજરાત માહિતી આયોગ દ્વારા થયેલા આ હુકમના પગલે અરજદારને માહિતી ન આપનાર અધિકારીઓમાં ફફડાટ મચી ગયો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *