ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો વચ્ચે હજુ પણ સરકારી બાબુઓ છાની છુપી રીતે લક્ષ્મીજીના આશીર્વાદ વગર કામ ન કરતા હોય તે વાસ્તવિકતા સામે આવી છે.તેવામાં આજે એસીબીએ મોરબીમાં જ એક તલાટીને લાંચ લેતા ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર,મોરબી સિટી મામલતદાર કચેરીમાં આજે એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું.
એક અરજદાર સમક્ષ તલાટી જયદીપસિંહ કિશોરસિંહ જાડેજા દ્વારા ખેડૂત પ્રમાણપત્ર કાઢી આપવા માટે રૂૂ.4000ની લાંચ માંગવામાં આવી હતી. અરજદારે એસીબીનો સંપર્ક કરતા એસીબીએ આજે ઓપરેશન પાર પાડ્યું હતું.
આજે લાંચ લેતા તલાટીને ઝડપી પાડી એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.સિટી મામલતદાર કચેરીમાં એસીબીના આ ઓપરેશનથી સોંપો પડી ગયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે,થોડા દિવસો પહેલા મોરબી તાલુકાના ઘૂટું ગામના આવેલી જમીન ની જગ્યામાં લાકડાની પ્લેટ બનાવવાનું કરવાનું હોય અને તેના માટે બાંધકામ કરવા ગ્રામ પંચાયતમાં મંજુરી માટે અરજી કરી હતી અને આ અરજદારની અરજી મંજુર કરવા ગામના મહિલા સરપંચના પતિ દેવજીભાઈ પરેચા અને તલાટી કમ મંત્રી વિમલ ચન્દ્રાલા દ્વારા 50 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયો હતો.પૂછપરછ કરતા ઘૂટું ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ દેવજી પરેચા સામેલ હોવાનું સામે આવતા એસીબીની ટીમે બન્ને ની ધરપકડ કરી હતી.