પત્રકારની ઓળખ આપી તલાલાના આંકોલવાડી શિક્ષકનો નગ્ન વીડિયો ઉતારી સાત લાખની માગણી

તાલાલા તાલુકાના આંકોલવાડી ગામે એક સરકારી શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી, તેમનો અશ્ર્લીલ વીડિયો બનાવી લાખો રૂૂપિયાની ખંડણી માંગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે તાલાલા…

તાલાલા તાલુકાના આંકોલવાડી ગામે એક સરકારી શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી, તેમનો અશ્ર્લીલ વીડિયો બનાવી લાખો રૂૂપિયાની ખંડણી માંગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે તાલાલા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તાલાલા પોલીસ ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામના તમામ 4 આરોપીઓની અટકાયત કરી છે.

ફરિયાદી શિક્ષકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત 2 ફેબ્રુઆરીના રોજ આરોપી ભરતભાઈ કરશનભાઇ રામ ફરિયાદીના ઘરે આવ્યો હતો. તેણે ઠંડા પીણામાં કોઈ નશાકારક પદાર્થ ભેળવી શિક્ષકને પીવડાવી દીધું હતું, જેના કારણે તેઓ બેભાન જેવા થઈ ગયા હતા. શિક્ષક નશાની હાલતમાં હોવાનો ફાયદો ઉઠાવી, આરોપી ભરતે તેમના કપડાં કાઢી નાખ્યા હતા અને પોતે પણ નગ્ન થઈ તેમની સાથે અશ્ર્લીલ વીડિયો ઉતાર્યો હતો. બીજા દિવસે યાકુબ મેરુભાઇ શોઢા અને જયેશ નનુભાઇ વંશ નામના શખ્સો પોતાને ’પ્રેસ રિપોર્ટર’ તરીકે ઓળખાવી શિક્ષક પાસે પહોંચ્યા હતા. તેમણે મોબાઈલમાં પેલો અશ્ર્લીલ વીડિયો બતાવી તેને વાયરલ ન કરવા બદલ રૂૂપિયા 7 લાખની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ મામલો 2.5 લાખ રૂૂપિયામાં નક્કી થયો હતો. જે પેટે આરોપીઓએ 9 ફેબ્રુઆરીના રોજ શિક્ષકના ઘરે જઈ, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પ્રથમ હપ્તા તરીકે 50,000 રૂૂપિયા પડાવ્યા હતા. આ દરમિયાન ઈમરાન મેરુભાઈ શોઢા નામનો શખ્સ પણ આ કાવતરામાં સામેલ હતો. શરૂૂઆતમાં આબરૂૂ જવાની બીકે શિક્ષકે ચૂપ રહેવાનું નક્કી કર્યું હતું, પરંતુ અંતે હિંમત ભેગી કરી પરિવારના સભ્યો સાથે પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી છે.

આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS અને જી.પી.એ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તમામની તકાયત કરી છે. તાલાલા પોલીસે ચારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે તમામના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

4 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ
1. ભરતભાઈ કરશનભાઇ રામ
2. યાકુબભાઇ મેરુભાઇ શોઢા
3. ઈમરાનભાઈ મેરુભાઈ શોઢા
4. જયેશભાઇ નનુભાઇ વંશ
રહે.તમામ વડવિયાળા ગામ, તા.ગીર ગઢડા, ગીર સોમનાથ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *