સ્વામી બગડ્યા…100 પટેલ ભેગા થાય ત્યારે એક વાણિયા જેટલી બુદ્ધિ!

સરધારના નિત્યસ્વરૂૂપદાસ સ્વામીનો બફાટ સામે આવ્યો હતો. આ ઘટના મહુવામાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સર્જાઇ હતી. જેમાં પટેલ સમાજ અંગે બોલતા પોલીસમાં નિત્યસ્વરૂૂપ દાસ સામે અરજી…

સરધારના નિત્યસ્વરૂૂપદાસ સ્વામીનો બફાટ સામે આવ્યો હતો. આ ઘટના મહુવામાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સર્જાઇ હતી. જેમાં પટેલ સમાજ અંગે બોલતા પોલીસમાં નિત્યસ્વરૂૂપ દાસ સામે અરજી કરવામાં આવી હતી. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નિત્યસ્વરૂૂપદાસ સ્વામી વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ પટેલ સમાજ સરધારના નિત્યસ્વરૂૂપદાસ સ્વામીએ બફાટ કરતા સુરતના બાબુભાઈ ગજેરાએ નિત્યસ્વરૂૂપદાસ સ્વામી સામે આક્ષેપ લગાવ્યા હતા. જેમાં પટેલ સમાજ અંગે વિવાદિત નિવેદન આપવાના આક્ષેપ મુકવામાં આવ્યો હતો.

આ અંગે સ્વામી નિવેદનમાં 100 પટેલિયા ભેગા થાય ત્યારે 1 વાણિયા જેટલી બુદ્ધિ થાય તેવુ બોલ્યા હતા, 100 વાણીયા ભેગા થાય ત્યારે 1 ઠક્કર જેટલી બુદ્ધિ થાય આવી વાત સ્વામીએ કરી હતી, ત્યારે આવી વાત કરવાના કારણે સ્વામીના આવા નિવેદનથી પટેલ સમાજની લાગણી દુભાઈ હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. જેમાં તેઓએ આવા લોકોને ઘરભેગા કરવા જોઇએ તેમ ફરિયાદીએ જણાવ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *