કચ્છ સરહદે શંકાસ્પદ વિસ્ફોટ: ડ્રોન હાઈ ટેન્શન લાઈન સાથે અથડાતા ધડાકો, સુરક્ષા એજન્સીઓ સતર્ક

  કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ પાસે:શંકાસ્પદ ઊડતી વસ્તુ હાઇ ટેન્શન પાવરલાઇન સાથે અથડાતાં ધડાકો, સવારે 6 વાગ્યા પહેલાં ખાવડા પાસે ધ્રોબાણા ગામની ઘટના ઓપરેશન સિંદુર બાદ…

 

કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ પાસે:શંકાસ્પદ ઊડતી વસ્તુ હાઇ ટેન્શન પાવરલાઇન સાથે અથડાતાં ધડાકો, સવારે 6 વાગ્યા પહેલાં ખાવડા પાસે ધ્રોબાણા ગામની ઘટના

ઓપરેશન સિંદુર બાદ ભારતે તમામ સરહદે સતર્કતા વધારી છે. આ દરમિયાન કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક શંકાસ્પદ વિસ્ફોટ થયો હતો. ખાવડા પાસે ધ્રોબાણા ગામમાં એક શંકાસ્પદ ઊડતી વસ્તુ હાઇ ટેન્શન પાવર લાઇન સાથે અથડાતાં વિસ્ફોટ થયો હતો. આ ઘટના આજે સવારે 6 વાગ્યા પહેલાં બની હતી. સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે અને તપાસ હાથ ધરી છે. આ શંકાસ્પદ ઉડતી વસ્તુ સરહદ પારથી આવી હતી કે નહીં તેની કોઈ પુષ્ટિ નથી.

આજે સવારે ભુજના દુર્ગમ ખાવડાના સરહદી ધ્રોબાણા ગામમાં પ્રતિબંધિત વિસ્તારમાં વહેલી સવારે સંદિગ્ધ વસ્તુ ધ્યાનમાં આવતાં સુરક્ષા દળ અને વિવિધ એજન્સીઓ સતર્ક થઇ હતી. આ મામલે સઘન તપાસની કામગીરી હાથ ધરી છે. સંભવિત કોઈ ઊડતી વસ્તુ RI પાર્કના વીજપોલ સાથે ટકરાઈને પડ્યો હોય અથવા તોડી પડાયો હોવાની વાત છે.

પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડાએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે ખાવડા નજીક શંકાસ્પદ વસ્તુ મળી આવ્યા બાદ, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તેનો કબજો વાયુસેના વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ વાયુસેના દ્વારા હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં BSF પણ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *