સીંગતેલમાં ભેળસેળની આશંકા, 3 નમૂના લેવાયા

મનપાના ફૂડ વિભાગ દ્વારા હાલમાં ચાલુ થયેલ આખા વર્ષની સીંગતેલની ખરીદીનો મુદ્દો હાથ ઉપર લઇ સીંગતેલના વેપારીઓને ત્યા ચેકિંગ કામગીરી હાથ ધરી છે. આજે રૈયા…

મનપાના ફૂડ વિભાગ દ્વારા હાલમાં ચાલુ થયેલ આખા વર્ષની સીંગતેલની ખરીદીનો મુદ્દો હાથ ઉપર લઇ સીંગતેલના વેપારીઓને ત્યા ચેકિંગ કામગીરી હાથ ધરી છે. આજે રૈયા રોડ પર ઓમ એજન્સીમાંથી પરાગ બ્રાન્ડ શીંગતેલ પાંચ લીટર પેકિંગ તથા કાકા કપાસીયા તેલ અને સાધુ વાસવાણી રોડ પર શ્રી રામ એજન્સીમાંથી વંદના બ્રાન્ડ શીંગતેલ પાંચ લીટર સહિત ત્રણ નમૂના લઇ લેબમાં મોકલી આપ્યા હતા. તેમજ ખાણીપીણીના 16 ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી બે પેઢીને ફૂડ લાયસન્સ અંગે નોટિસ ફટકારાઇ હતી.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા સાથે શહેરના હેમુ ગઢવી હોલ પાછળ હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 16 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 02 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 16 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી.

ફૂડ વિભાગ દ્વારા (01)કરીમ એગ્ઝ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)ભરત દાળ પકવાન- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (03)કદમ્બ દાબેલી (04)બાલાજી ભૂંગળા બટેટા (05)રાજ મેગી (06)આશાપુરા દાળપકવાન (07)આશાપુરા ભૂંગળા બટેટા (08)શ્રીજી બ્રેડ સેન્ટર (09)મારુતિ અલ્પાહાર (10)જે જે બ્રેડ પકોડા (11)રાજ દાળપકવાન (12)બજરંગ દાળપકવાન (13)બોમ્બે પાઉંભાજી (14)મદ્રાસ કાફે (15)જે જે ઘૂઘરા (16)બાલાજી દાળપકવાન ની ચકાસણી કરવામાં આવેલ હતી. તેમજ અમુક ધંધાર્થીઓને હાઇજેનીક મુદ્દે નોટિસ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *