માત્ર બે સિવાય બાકીના તમામ એક્ઝિટ પોલમાં ભાજપના વિજયનો દાવો
દિલ્હી વિધાનસભાની કુલ 70 સીટો પર ચૂંટણી લડી રહેલા 699 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ ગયા છે. આજે સાંજે 5 વાગ્યા સુધી દિલ્હીમાં 57.70 ટકા મતદાન થયું હતું. ચૂંટણીના પરિણામો 8મી ફેબ્રુઆરીએ આવશે, પરંતુ દરેકના મનમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે, આ વખતે દિલ્હીમાં કોની સરકાર બનશે. આ અંગે એક્ઝિટ પોલના સર્વે આવવા લાગ્યા છે.
જેમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડતો જોવા મળી રહ્યો છે. સર્વે અનુસાર દિલ્હીમાં ભાજપ સરકાર બનાવી શકે છે.
પીપલ્સ ઈનસાઈટના એક્ઝિટ પોલમાં પણ ભાજપને ફાયદો થતો જોવા મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. એજન્સીના સર્વે મુજબ ભાજપને 40-44 અને આપને 25-29 સીટો મળી શકે છે.
JVCના એક્ઝિટ પોલમાં પણ ભાજપને ફાયદો થતો જણાય રહ્યો છે. સર્વે અનુસાર દિલ્હીમાં ભાજપને 39થી 45 બેઠકો મળી શકે છે અને આમ આદમી પાર્ટીને માત્ર 22થી 31 બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે.
ઈવફક્ષફસુફ જિફિંયિંલશયતના એક્ઝિટ પોલમાં ભાજપને ફાયદો અને આમ આદમી પાર્ટીને નુકસાન જોવા મળે છે. આ સાથે કોંગ્રેસને છેલ્લી બે ચૂંટણીની સરખામણીમાં આ વખતે રાહત મળતી જણાય છે. તેની આગાહી મુજબ આપને 25-28, ભાજપને 38-44 અને કોંગ્રેસને 2-3 બેઠકો મળી શકે છે.
MATRIZEના એક્ઝિટ પોલમાં ભાજપ અને AAP વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે એ મુજબ આપને 32-37 અને ભાજપને 35-40 બેઠક મળશે. કોંગ્રેસ એક સીટ મેળવે તેવુ અનુમાન છે.
પોલ ડાયરીના એક્ઝિટ પોલમાં પણ દિલ્હીમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક અંદાજ મુજબ આમ આદમી પાર્ટી સત્તામાંથી બહાર થઈ રહી છે અને ભાજપ વાપસી કરી રહ્યું છે. આ એજન્સીના વરતારા મુજબ આપને 18-25, ભાજપને 42-50 અને કોંગ્રેસને 0-2 બેઠકો મળસે.
P MARQના એક્ઝિટ પોલમાં પણ દિલ્હીમાં ભાજપની સરકારની બનતી બતાવવામાં છે. તેના દાવા મુજબ આપને 21-31, ભાજપને 39-49 અને કોંગ્રેસે 0-1 બેઠક મળશે.
People’s Pluseના એક્ઝિટ પોલમાં ભાજપ દિલ્હીમાં જોરદાર વાપસી કરતી જોવા મળી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટીને ભારે નુકસાન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
કોના દાવા પ્રમાણે આપને માત્ર 10-19 અને ભાજપને 51060 સીટો મળશે. કોંગ્રેસને પણ કદાચ એકાદ સીટ મળી શકે.
ડીવી રિસર્ચના એક્ઝિટ પોલમાં પણ ભાજપની સરકાર બનતી જણાય છે. આ એજન્સીના મત પ્રમાણે અને કોંગ્રેસનું ખાતુ નહીં ખુલે.
WeePresideના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવવાની અપેક્ષા છે. આમાં ભાજપને ઝટકો લાગતો હોય તેમ લાગી રહ્યું છે. તેના વરતારા પ્રમાણે આપને 46-52, ભાજપને 1-23 અને કોંગ્રેસને 0-1 સીટ મળશે.
Mind Brinkના એક્ઝિટ પોલમાં પણ આમ આદમી પાર્ટીને બહુમતી મળતી જોવા મળી રહી છે. એ મુજબ આપને 44-49 ભાજપને 21-25 અને કોંગ્રેસને 0-1 સીટ મળી શકે.