શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયામાં 4 નવા સ્પિનર્સની સરપ્રાઇઝ એન્ટ્રી

ભારત અને શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી 2 ટેસ્ટ મેચોની મહત્વપૂર્ણ સિરીઝ રમાવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની રેસમાં જળવાઈ રહેવા માટે ટીમ ઇન્ડિયા માટે…

ભારત અને શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી 2 ટેસ્ટ મેચોની મહત્વપૂર્ણ સિરીઝ રમાવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની રેસમાં જળવાઈ રહેવા માટે ટીમ ઇન્ડિયા માટે આ સિરીઝ 2-0 થી જીતવી ખૂબ જ જરૂૂરી છે. શ્રીલંકાના સ્પિન ટ્રેક પર જીત મેળવવા માટે ટીમ મેનેજમેન્ટે એક ખાસ યોજના બનાવી છે, જેના અંતર્ગત મુખ્ય ટીમ સાથે 4 વધારાના સ્પિનરોને નેટ બોલર તરીકે લઈ જવામાં આવશે.

ક્રિકબઝના અહેવાલ મુજબ, અગાઉ માત્ર હર્ષ દુબે અને તનુષ કોટિયાનના જ નામ ચર્ચામાં હતા, પરંતુ મેનેજમેન્ટે કુલ 4 વિવિધ પ્રકારના સ્પિન બોલરોને ટીમ સાથે જોડવાનો નિર્ણય લીધો છે. જેમાં હર્ષ દુબે (લેફ્ટ આર્મ સ્પિનર), તનુષ કોટિયાન (ઓફ સ્પિનર), વિપ્રજ નિગમ (લેગ સ્પિનર), શિવાંગ કુમાર (લેફ્ટ આર્મ રિસ્ટ સ્પિનર)નો સમાવેશ થાય છે.

ભારતના મુખ્ય 15 સભ્યોના સ્ક્વોડમાં પહેલેથી જ રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર અને સારાંશ જૈન જેવા 4 અનુભવી સ્પિનરો સામેલ છે. આમ છતાં, વધુ 4 સ્પિનરોને નેટ બોલર તરીકે સામેલ કરાતાં ભારત પાસે અભ્યાસ માટે કુલ 8 સ્પિનરોનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. તાજેતરમાં ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સામે હોમ સિરીઝમાં ભારતની હારનું મુખ્ય કારણ સ્પિન બોલિંગ સામે બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન રહ્યું હતું. શ્રીલંકાની પિચો પરંપરાગત રીતે સ્પિનરો માટે ખૂબ મદદગાર માનવામાં આવે છે.

હેડ કોચ ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે ભારતીય બેટ્સમેન દરેક પ્રકારની સ્પિન (ઓફ, લેગ, લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ અને રિસ્ટ સ્પિન) સામે પૂરતો અભ્યાસ કરીને જ મેદાનમાં ઉતરે, જેથી આ સિરીઝમાં સ્પિન બોલિંગ ભારત માટે સમસ્યા ન બને.

 

પ્રથમ પ્રેક્ટિસ મેચ વરસાદમાં ધોવાશે?
શ્રીલંકા પહોંચતા જ ટીમ ઈન્ડિયા માટે એક દુખદ સમાચાર સામે આવ્યા હતા. શુક્રવારે એટલે કે, 7 ઓગ્સ્ટથી ભારતીય ટીમ શ્રીલંકાની સાથે પ્રેક્ટિસ મેચ રમશે. જેને આવનારી 2 મેચની તૈયારી માટે મહત્વની માનવામાં આવી રહી છે પરંતુ હવે આ મેચ પર સંકટ મંડરાય રહ્યું છે. આ પ્રેક્ટિસ મેચમાં 3 દિવસ વરસાદની શક્યતાઓ છો. એક્યુવેધર મુજબ 3 દિવસ રીમઝીમ વરસાદ થઈ શકે છે. ભારત પોતાના અભિયાનની શરુઆત 7 ઓક્ટોબરથી 3 દિવસની પ્રેક્ટિસ મેચ દ્વારા કરવાની હતી. પરંતુ મેચ રદ કે મેચમાં વરસાદના અડચણને લઈ ખતરો મંડરાય રહ્યો છે. મેચ પર વરસાદનો ખતરો છે. એક્યુવેધર મુજબ 7 થી 9 ઓગસ્ટ સુધી કોલંબોમાં રમાનારી આ પ્રેક્ટિસ મેચમાં વરસાદ થવાની પુરી શક્યતાઓ છે. મેચના પહેલા દિવસે એટલે કે, શુક્રવારના રોજ 91 ટકા વરસાદ થવાની શક્યતા છે. તેમજ 99 ટકા વાદળ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *