સુરેન્દ્રનગરની યુવતી કુંવારી માતા બની, નવજાતનું સારવારમાં મોત

યુવતી પર દુષ્કર્મ કોણે ગુજાર્યું? પોલીસે તપાસ શરુ કરી બે દિવસ પહેલા કુવારી યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ બાળકની તબિયત સારી ન હોય તેને હોસ્પિટલમાં…

યુવતી પર દુષ્કર્મ કોણે ગુજાર્યું? પોલીસે તપાસ શરુ કરી

બે દિવસ પહેલા કુવારી યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ બાળકની તબિયત સારી ન હોય તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું અને આજે સારવાર દરમિયાન તેનું મોત થતાં આ બાબતની જાણ સુરેન્દ્રનગર પોલીસને કરવામાં આવી હતી.

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ જે યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો તે યુવતી કુંવારી હોવાના કારણે તેની સાથે કોઇ અઘટીત ઘટના બની હોવાની સંભાવનાને ધ્યાનમાં રાખી પોલીસે યુવતી મુળ સુરેન્દ્રનગર જિલ્લાની રહેવાસી હોય તે જે પોલીસ સ્ટેશનની હદમાં રહે છે તે પોલીસ સ્ટેશનને જાણ કરી બાળકનું મોત થયુ હોય સક્ષમ અધિકારીને તપાસ માટે મોકલી આપવા માટેની જાણ કરી હતી.

જે યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો તે કેવી રીતે ગર્ભવતી બની અને તેની સાથે કોઇ અઘટીત બનાવ તો નથી બન્યો ને ? તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે બે દિવસ પહેલા સોનગઢ પોલીસ સ્ટેશનમાં એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવતા કિશોરીએ બાળકને જન્મ આપતા ભારે ચકચાર મચી જવા પામી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની એક કિશોરીએ પણ કુંવારા બાળકને જન્મ આપતા સુરેન્દ્રનગર પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *