નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે જૂનમાં ધો.12ની પૂરક પરિક્ષા

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ નથી થઈ શક્યા અથવા જેઓ…

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
આ પરિણામમાં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ નથી થઈ શક્યા અથવા જેઓ પોતાના પરિણામથી સંતુષ્ટ નથી, તેમના માટે બોર્ડે ’બેસ્ટ ઓફ ટુ’ ની તક આપવાનો નિર્ણય કર્યો છે.

શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર, નાપાસ થયેલા ઉમેદવારોનું વર્ષ ન બગડે તે હેતુથી આગામી જૂન માસમાં પૂરક (પુન:) પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા ’બેસ્ટ ઓફ ટુ’ ના નિયમો હેઠળ લેવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારી શકે. બોર્ડ દ્વારા આજથી જ આ પરીક્ષાના આયોજન માટેની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.

ગાંધીનગરથી મળતી વિગતો મુજબ, શિક્ષણ બોર્ડ આગામી દિવસોમાં પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરશે. પૂરક પરીક્ષાનું વિગતવાર ટાઈમ ટેબલ આવતા અઠવાડિયે સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *