T20 વર્લ્ડ કપમાં આજથી સુપર 8 મુકાબલાનો પ્રારંભ

આજે કોલંબોમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાંટે કી ટક્કર કાલે અમદાવાદમાં ભારતનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે 2024ના વર્લ્ડ કપમાં આ બંને ટીમો વચ્ચે ફાઈનલ રમાયો…

આજે કોલંબોમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાંટે કી ટક્કર

કાલે અમદાવાદમાં ભારતનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે 2024ના વર્લ્ડ કપમાં આ બંને ટીમો વચ્ચે ફાઈનલ રમાયો હતો

ટી 20 વર્લ્ડ કપ 2026માં ગ્રુપ સ્ટેજની અંતિમ મેચ 20 ફેબ્રુઆરીએ રમાઇ. આ પછી આજથી સુપર 8 નો રાઉન્ડ શરુ થશે. સુપર 8 ની તમામ ટીમો ક્ધફર્મ થઈ ગઈ છે. સુપર 8 માં ભારત, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને ઝિમ્બાબ્વેએ સ્થાન મેળવ્યું છે.

આ ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ભારત, ઝિમ્બાબ્વે, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ ગ્રૂપ-1માં એકબીજાને પડકાર આપશે, જ્યારે કે ચાર ટીમો- શ્રીલંકા, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ ગ્રૂપ-2માં છે.
આજથી શરૂૂ થતા સુપર 8 ના પ્રથમ મુકાબલામાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની ટીમ ટકરાવા જઈ રહી છે. આ મેચ કોલંબોના આર. પ્રેમાદાશા સ્ટેડિયમ ખાતે રમાશે. કોલંબોમાં પણ ફરી એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યાં સુધી પ્રથમ મેચને લાગે વળગે છે ત્યાં સુધી બંને ટીમના ફોર્મ જોતા ન્યૂઝીલેન્ડની ટીમ આ મેચ માટે સુપર ફેવરિટ માનવામાં આવે છે. જે રીતે ન્યૂઝીલેન્ડ ની ટીમ એ પોતાના લીગ મેચ રમ્યા છે અને જીત્યા છે અને તેની સામે પાકિસ્તાનનો જે દેખાવ રહ્યો છે તે જોતા અત્યારે ન્યુઝીલેન્ડના ચાન્સીસ વધારે માંગવામાં આવી રહ્યા છે.
જોકે બંને ટીમો પાસે કેટલાક દિગ્ગજ ખેલાડીઓ છે કે જે મેચનું પાછું ગમે ત્યારે પલટી શકે છે. ન્યૂઝીલેન્ડ ની ટીમ પાસે સક્ષમ ઓપનીંગ બેટસમેન છે કે જે પ્રથમ 6 ઓવરમાં શાનદાર દેખાવ દ્વારા ટીમને મજબૂત શરૂૂઆત આપી શકે છે. ઉપરાંત ફિલિપ્સ, રચિત રવિન્દ્ર ડેરેલ મિચેલ પણ સુપર્બ ફોર્મમાં છે. જો ન્યુઝીલેન્ડ પ્રથમ બેટિંગ કરીને 190 થી 200 રન ફટકારે તો તે પાકિસ્તાન માટે ચેન્જ કરવા મુશ્કેલ બની શકે છે.

જોકે ક્રિકેટ રસીકો નું ધ્યાન તો આવતીકાલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેના મેચ ઉપર છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાના આ મેચમાં બંને ટીમો મેચ જીતવા સક્ષમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વખતના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના ફાઇનલમાં આ બંને ટીમો જ ટકરાઈ હતી.

આ રોમાંચક મુકાબલા પહેલા પૂર્વ પાકિસ્તાની ખેલાડી અને બોલર મોહમ્મદ આમિરે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. સુપર-8ની શરૂૂઆત પહેલા મોહમ્મદ આમિરે કહ્યું છે કે ભારત આ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં નહીં પહોંચી શકે. તેમનો દાવો છે કે ભારતની ટીમની સફર સુપર-8માં જ સમાપ્ત થઈ જશે.

ભારત આ ટુર્નામેન્ટનું યજમાન અને વર્તમાન ચેમ્પિયન છે. ટીમે ગ્રૂપ-એમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ચારેય મેચ જીતીને ગ્રૂપમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ભારત આ ટુર્નામેન્ટ જીતવા માટેનું ફેવરિટ મનાય છે, પરંતુ આમિરનું માનવું છે કે ભારત સેમિફાઇનલની રેસથી બહાર થઈ જશે.

જોકે પાકિસ્તાનના ક્રિકેટરની વાહિયાત વાતોથી ભારતીય ક્રિકેટ ટીમને કોઈ ફેર પડતો નથી અને આ મેચમાં પણ તેઓ એક મજબૂત ટીમ તરીકે મેદાનમાં ઉતરશે. ખરા અર્થમાં કહીએ તો આ બંને ટીમો વિશ્વ કપ જીતવા માટે સક્ષમ છે એટલે આ મેચમાં જે ટીમ સારું રમશે એ વિજેતા થશે.

ભારતીય ટીમમાં પણ એક બે ફેરફારો થઈ શકે તેમ છે ગયા મેચમાં અર્થદીપ સિંહ અને કુલદીપ યાદવ રમ્યા હતા પરંતુ આ મેચમાં બંનેમાંથી કોઈ એક ખેલાડી પડતો મુકાય તેવી સંભાવના છે. બીજી બાજુ અભિષેક શર્મા પ્રથમ ત્રણ મેચમાં શૂન્ય અને આ થતા તેની સામે પણ પ્રશ્ન ઉપસ્થિત થયા છે તેમની સ્થાને શું તિલક વર્મા ને યથાવત રાખવા તે પ્રશ્ન અંગે પણ ચર્ચા થઈ શકે તેમ છે પરંતુ ટીમ મેનેજમેન્ટ અભિષેક શર્મા સાથે જ ઉતરશે એવું માનવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *