પાક.ના ગ્વાદરમાં કોસ્ટગાર્ડ કેમ્પ પર બલૂચી સંગઠનનો આત્મઘાતી હુમલો : 30 જવાનોનાં મોત

પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાંથી એક અત્યંત ભયાનક આતંકી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રતિબંધિત સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA) એ દાવો કર્યો છે કે…

પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાંથી એક અત્યંત ભયાનક આતંકી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રતિબંધિત સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA) એ દાવો કર્યો છે કે તેના લડવૈયાઓએ ગ્વાદર જિલ્લાના જીવાની વિસ્તારમાં પાકિસ્તાની કોસ્ટ ગાર્ડ્સના એક મોટા કેમ્પ પર આત્મઘાતી હુમલો કર્યો છે. સંગઠનનો દાવો છે કે આ ભીષણ હુમલામાં પાકિસ્તાનના 30 થી વધુ સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે જ માર્યા ગયા છે અને અનેક સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

’ધ બલૂચિસ્તાન પોસ્ટ’ ના અહેવાલ મુજબ, આ હુમલાની જવાબદારી સ્વીકારતા BLA ના પ્રવક્તા જીયંદ બલોચે જણાવ્યું છે કે આ ઓપરેશનને સંગઠનની સૌથી ઘાતક અને ખાસ આત્મઘાતી યુનિટ ’માજિદ બ્રિગેડ’ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે.

આ હુમલો જે ગ્વાદર જિલ્લામાં થયો છે તે ભૌગોલિક અને આર્થિક દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. ગ્વાદરમાં ચીનના આર્થિક સહયોગ અને રોકાણથી પાકિસ્તાનનો સૌથી મોટો પોર્ટ (બંદર) પ્રોજેક્ટ અને સીપેક (CPEC) સંબંધિત કામો ચાલી રહ્યા છે. ચીની નાગરિકો અને પ્રોજેક્ટ્સની સુરક્ષા માટે પાકિસ્તાને હજારો સૈનિકો તૈનાત રાખ્યા છે, તેમ છતાં આટલો મોટો આત્મઘાતી હુમલો થવો એ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓની મોટી નિષ્ફળતા દર્શાવે છે. જોકે, પાકિસ્તાની સત્તાવાળાઓ કે સેના દ્વારા હજુ સુધી આ હુમલામાં માર્યા ગયેલા સૈનિકોના આંકડાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *