પાક.ના પખ્તૂનખ્વામાં આતંકવાદ વિરોધી રેલીમાં આત્મઘાતી હુમલો: 14ના મૃત્યુ, 22 લોકોને ઇજા

પાકિસ્તાનના પ્રચંડ વિસ્ફોટની ઘટના સામે આવી છે. નોર્થ-વેસ્ટ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં આજે રવિવારે એક શાંતિ રેલી દરમિયાન બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા…

પાકિસ્તાનના પ્રચંડ વિસ્ફોટની ઘટના સામે આવી છે. નોર્થ-વેસ્ટ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં આજે રવિવારે એક શાંતિ રેલી દરમિયાન બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે અને ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. ખૈબર પખ્તૂનખ્વાના અધિકારીઓ અનુસાર, આ વિસ્ફોટ સ્વાત જિલ્લાના કબાલ કસ્બામાં સ્વાત શાંતિ રેલીમાં થયો હતો. સ્વાત પોલીસે કહ્યું કે, પ્રાથમિક જાણકારી અનુસાર, ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે જ્યારે 22 લોકો ગંભીર રીતે ઘાયલ છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, વિસ્ફોટ કબ્બલ ચોક નજીક થયો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો શાંતિ રેલીમાં જોડાયા હતા. કેટલાક અહેવાલોમાં તેને આત્મઘાતી હુમલો ગણાવવામાં આવ્યો છે. વિસ્ફોટ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસ, સેનાના જવાનો અને બચાવ ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

જે રેલી પર હુમલો થયો હતો તે ’અમન જિર્ગા’ અંતર્ગત યોજાઈ હતી. તેમાં સ્થાનિક લોકો અને કબીલાઈ વડીલો આતંકવાદ સામે એકજૂટ થઈ શાંતિનો સંદેશ આપી રહ્યા હતા. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આતંકવાદી સંગઠનો આવી સભાઓને નિશાન બનાવી લોકોમાં ભય ફેલાવવા માંગે છે, જેથી તેમના વિરુદ્ધ કોઈ ખુલ્લેઆમ અવાજ ઉઠાવી ન શકે.

ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન (ISKP) જેવા આતંકવાદી સંગઠનોએ છેલ્લા કેટલાક મહિનાઓમાં ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં પોતાના હુમલાઓ તેજ કર્યા છે. તેમનો હેતુ પાકિસ્તાન સરકાર પર દબાણ ઊભું કરવાનો અને સ્વાત જેવા વિસ્તારોમાં પોતાનો પ્રભાવ વધારવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *