મોરબી હાઇવે પર સ્કૂલ બસમાં અચાનક આગ

મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા તાલુકાના મિતાણા ગામના બ્રિજ પાસે વિદ્યાર્થીઓથી ભરેલી એક સ્કૂલ બસમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.…

મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા તાલુકાના મિતાણા ગામના બ્રિજ પાસે વિદ્યાર્થીઓથી ભરેલી એક સ્કૂલ બસમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. બપોરના સમયે બનેલી આ ઘટનામાં 112 ઇમરજન્સી રિસ્પોન્સ ટીમની ત્વરિત સક્રિયતા અને સમયસૂચકતાના કારણે બસમાં સવાર તમામ બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાતાં એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ નજીકમાં પેટ્રોલિંગ કરી રહેલી 112 પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે સ્થાનિક લોકો અને ચાલકની મદદથી કોઈ પણ વિલંબ વગર બસના દરવાજા અને બારીઓ મારફતે તમામ વિદ્યાર્થીઓને એક પછી એક સહીસલામત બહાર કાઢ્યા હતા. તમામ બાળકો સુરક્ષિત રીતે બહાર આવી જતાં વાલીઓ અને સ્થાનિક તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *