મોટી ખાવડી સ્થિત સેવા કેમ્પનું સતત 15મા વર્ષે સફળ આયોજન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત ’દ્વારકા પદયાત્રી સેવા કેમ્પ’નો 1.50 લાખ શ્રદ્ધાળુઓએ લાભ લીધો હોળી ધૂળેટીના પાવન પર્વે જગતમંદિર દ્વારકામાં યોજાતા પરંપરાગત ફૂલડોલ મહોત્સવમાં સહભાગી બનવા…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત ’દ્વારકા પદયાત્રી સેવા કેમ્પ’નો 1.50 લાખ શ્રદ્ધાળુઓએ લાભ લીધો

હોળી ધૂળેટીના પાવન પર્વે જગતમંદિર દ્વારકામાં યોજાતા પરંપરાગત ફૂલડોલ મહોત્સવમાં સહભાગી બનવા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. રંગોના તહેવાર હોળી-ધૂળેટી પર્વને રાજાધિરાજની નિશ્રામાં ઉજવવા માટે રાજકોટ- જામનગર કે સૌરાષ્ટ્ર જ નહીં પણ, સમગ્ર ગુજરાત અને રાજ્ય બહારથી લાખ્ખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પદયાત્રા કરીને દ્વારકા પહોંચતા હોય છે. ત્યારે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં સળંગ 15મા વર્ષે પણ દ્વારકા જતા પદયાત્રીઓ માટે 23થી 28 ફેબ્રુઆરી સુધી મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ગ્રીન્સ ટાઉનશીપની સામે અત્યાધુનિક સુવિધા સાથેનો ‘દ્વારકા પદયાત્રી સેવા કેમ્પ’ શરૂૂ કરવામાં આવ્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા તેની સામાજિક ઉતરદાયિત્વની પહેલ અંતર્ગત સામાજિક કલ્યાણ અને આધ્યાત્મિક સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને આગળ વધારતા આ સેવા કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે શુદ્ધ પાણી, ચા -કોફી નાસ્તા તથા સવાર-સાંજ પૌષ્ટિક ભોજનની અવિરત સેવા આપવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે, ધનરાજભાઈ નથવાણીએ પદયાત્રીઓની સુવિધા, ભોજન વ્યવસ્થા, આરામ, સ્વચ્છતા અને સેનિટેશનની ઝીણવટપૂર્વક ચકાસણી અર્થે કેમ્પની મુલાકાત લીધી હતી.

દર વર્ષની જેમ આ વર્ષે પણ કેમ્પમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ ઉપરાંત ગૃહિણીઓ, વડીલો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના સ્વયંસેવકો સતત 24 કલાક સમયદાન આપી રહ્યા છે. નોંધનીય છે કે વર્ષ-2011થી ધનરાજભાઈ નથવાણીના દુરંદેશી નેતૃત્વ તળે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સામાજિક ઉતરદાયિત્વની (CSR) પ્રતિબદ્ધતા અને કરૂૂણાસભર સેવાની ઉમદા પહેલ સમાન શરૂૂ થયેલ આ સેવાયજ્ઞમાં જરૂૂરિયાત મુજબ ઉમેરો થતા થતા આજે એક સુસંગઠિત, આધુનિક અને સર્વાંગી સેવા કેમ્પના વિરાટ રૂૂપમાં પરિણમ્યો છે. આ કેમ્પમાં દર વર્ષે લાભાર્થીઓની સંખ્યામાં સતત અને નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 1.50 લાખથી વધુ પદયાત્રીઓએ આ સેવા કેમ્પનો લાભ લઈ સુવિધા, ભોજન સહિતની વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *