ગુજકેટ પરીક્ષાના ફોર્મ વિદ્યાર્થીઓ મંગળવાર સુધી ઓનલાઈન ભરી શકશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. જે વિદ્યાર્થીઓ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગે છે તેઓ માટે ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની…

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. જે વિદ્યાર્થીઓ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગે છે તેઓ માટે ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની એક મહિનાથી પ્રક્રિયા ચાલી રહી હતી. જેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર હતી. જે તારીખ ગુજરાત બોર્ડ દ્વારા લંબાવવામાં આવી છે. હવે આગામી 7 જાન્યુઆરી સુધી ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ વિદ્યાર્થીઓ ઓનલાઈન ભરી શકશે.જે માટે વધુ માહિતી વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી મેળવી શકશે.

દર વર્ષ કરતાં આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવાવાની છે. આગામી ફેબ્રુઆરી માસના અંતમાં ગુજરાત બોર્ડની ધોરણ 12 સાયન્સની પરીક્ષા લેવાવાની છે. આ પરીક્ષા બાદ જે વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ કે ફાર્મસીમાં પોતાની કારકિર્દી બનાવવી છે તેઓ માટે ગુજકેટની પરીક્ષા લેવાતી હોય છે. આ ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા ડિસેમ્બર માસની શરૂૂઆતથી જ ચાલી રહી છે. પરીક્ષાના પ્રવેશના ફોર્મ ભરવાની કાર્યવાહી ઓનલાઈન ચાલી રહી છે. ગુજકેટની પરીક્ષા માટે બોર્ડ દ્વારા 23 માર્ચના રોજ ગુજકેટની પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે.

જે માટે ડિસેમ્બરથી ફોર્મ ભરવાની શરૂૂઆત કરાઈ હતી. જેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર રાખવામાં આવી હતી. પરંતુ બોર્ડ દ્વારા વધારાના 7 દિવસ ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને ફાળવ્યા છે. એટલે કે હવે આગામી 7 જાન્યુઆરી સુધી ફોર્મ ભરાવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.મહત્વનું છે કે, ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે ભૌતિક વિજ્ઞાનના 40 ગુણના 40 પ્રશ્નો તેમજ રસાયણ વિજ્ઞાનના 40 ગુણના 40 પ્રશ્નો એમ કુલ 80 ગુણના 80 પ્રશ્નો માટે 120 મિનિટનો સમય, જ્યારે જીવ વિજ્ઞાનના 40 ગુણના 40 પ્રશ્નો માટે 60 મિનિટનો સમય તેમજ ગણિત વિષયના 40 ગુણના 40 પ્રશ્નો માટે 60 મિનિટનો સમય આપવામાં આવશે. આ ઉપરાંત ગુજકેટની પરીક્ષાની વિગતો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા પરીક્ષાની વિગતવાર માહિતી ઓનલાઈન રજિસ્ટ્રેશનની સૂચનાઓ ગુજરાત બોર્ડની વેબસાઈટ લીષભયિ.ંલતયબ.જ્ઞલિ પર મૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *