ભાવનગરમાં ધો.10ની પરીક્ષા આપતી છાત્રાનો આપઘાત

ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી ગાંધી કોલોનીમાં રહેતી અને હાલમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી રહેલી એક આશાસ્પદ વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી…

ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી ગાંધી કોલોનીમાં રહેતી અને હાલમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી રહેલી એક આશાસ્પદ વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

આ બનાવની વિગતો મુજબ શહેરના વિદ્યાનગર વિસ્તારમાં ગાંધી કોલોનીમાં રહેતી જાનવી લક્ષ્મણભાઈ અણઝારા નામની વિદ્યાર્થીનીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી આત્મહત્યા કરી લીધી હતી. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃતક વિદ્યાર્થીની ધોરણ 10ની પરીક્ષા આપી રહી હતી . બનાવની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *