શાળા સહાયકની ભરતી ખાનગી એજન્સી મારફત કરવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ

સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાનગી એજન્સી મારફતે શાળા સહાયકની ભરતી કરવાની પ્રક્રિયા સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા તીવ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સંઘે…

સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાનગી એજન્સી મારફતે શાળા સહાયકની ભરતી કરવાની પ્રક્રિયા સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા તીવ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સંઘે આ મામલે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી, આ પ્રકારની ભરતી પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવા માંગ કરી છે. આ પ્રકારની ભરતીથી ગુણવત્તાનો પ્રશ્ન ઊભો થશે તેમ જણાવી ખાનગી એજન્સી મારફતે ભરતી રદ કરવા અને તેના બદલે મેરિટ આધારિત ભરતી કરવામાં આવે તેવી માગણી કરી છે.

શૈક્ષિક સંઘના જણાવ્યા મુજબ, વર્ષ 2024-25ના બજેટ પહેલા જ શિક્ષણ વિભાગને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં હાલમાં કેટલાક જિલ્લાઓમાં ખાનગી એજન્સી મારફતે ભરતી શરૂૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈને શિક્ષણજગતમાં અસંતોષ ફેલાયો છે.

સંઘે આ મુદ્દે સરકારને ચેતવણી આપતા જણાવ્યું છે કે આ પગલાં શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર કરશે. રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સરકારની નીતિ અનુસાર શાળાઓમાં શિક્ષકો તથા અન્ય સ્ટાફની ભરતી પારદર્શક અને મેરિટ આધારિત હોવી જોઈએ. પરંતુ ખાનગી એજન્સી મારફતે થતી ભરતીમાં મેરિટને પૂરતું મહત્ત્વ મળતું નથી અને પારદર્શિતાનો અભાવ રહેવાની શક્યતા રહે છે. આ કારણે લાયકાત ધરાવતા ઉમેદવારોને ન્યાય મળતો નથી.

શૈક્ષિક સંઘના અધ્યક્ષ મિતેષ ભટ્ટે રજૂઆતમાં વધુમાં જણાવ્યું કે, હાલ શાળા સહાયક તરીકે કામ કરતા કર્મચારીઓને એજન્સી દ્વારા ઓછી રકમ ચૂકવવામાં આવે છે, જ્યારે સરકાર તરફથી વધુ રકમ આપવામાં આવે છે. આ વચ્ચેનો તફાવત એજન્સીઓ પોતાના ફાયદા માટે રાખે છે, જેના કારણે કર્મચારીઓનું આર્થિક શોષણ થાય છે. કેટલાક કિસ્સાઓમાં કર્મચારીઓને રૂૂ. 3થી 4 હજાર રૂૂપિયા ઓછા મળતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટરને એક બિન શૈક્ષણિક કર્મચારી માટે રૂૂ. 23થી 24 હજાર જેટલી રકમ ચુકવવામાં આવે છે, જેની સામે કર્મચારીના હાથમાં રૂૂ. 3થી 4 હજાર ઓછા આવે છે.

આ સાથે, શૈક્ષિક સંઘે ગઊઙ 2020 (રાષ્ટ્રીય શિક્ષણ નીતિ)નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આ નીતિ મુજબ શિક્ષણ ક્ષેત્રમાં આઉટસોર્સિંગને પ્રોત્સાહન આપવાની જગ્યાએ સરકારી વ્યવસ્થાને મજબૂત બનાવવાની જરૂૂર છે. ખાનગીકરણ તરફ વધતા પગલાં શિક્ષણની ગુણવત્તા, સરકારી શાળાઓનું અસ્તિત્વ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેમણે સરકારને માગ કરી છે કે ખાનગી એજન્સી મારફતે ભરતીની પ્રક્રિયા બંધ કરી, અગાઉથી ચાલતી પારદર્શક ભરતી પદ્ધતિ અમલમાં મુકવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *