જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક ઝુંબેશ રાખવામાં આવી હતી, અને સમગ્ર જિલ્લામાં કુલ 743 જેટલા વાહનો ચેક કરવામાં આવ્યા હતા, તે પૈકી ટ્રાફિક નિયમન બદલ 144 વાહનચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી, અને 75 વાહનચાલકો પાસેથી 34,200 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જ્યારે ટ્રાફિક નિયમનના ભંગ બદલ 9 વાહનો ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા.
જામનગર જીલાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ ગઈ રાત્રે ”ટ્રાફિક ડ્રાઇવ” યોજવામાં આવી હતી, જે દરમ્યાન એમ.વી.એકટ, કારમા બ્લેક ફિલ્મ,નંબર પ્લેટ વગર તથા ફ્રેન્સી નંબર પ્લેટ વાળા વાહન ચાલકો તથા જી.પી.એકટ, હેઠળ ની ”સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ”નુ આયોજન કરવામા આવ્યું હતું.
જેમાં એમ.વી.એકટ કલમ-207 હેઠળ 9 વાહનો ડીટેઇન કરાયા હતા તેમજ ર) એમ.વી.એકટ કલમ-185 હેઠળ કેસો- 05 કેસ, 3) હથિયારભંગ જાહેરનામા ભંગ હેઠળ-09 કેસ, 4) કેફી પીણુ પીધલા -05 કેસ, 5) ફોરવ્હીલ કારમા બ્લેક ફિલ્મ કેસો, નંબર પ્લેટ વગરના વાહનના કેસો, ફ્રેન્સી નંબર પ્લેટ વાળા કેસ હેઠળના કુલ 144 કેસ કરવામા આવેલા છેં જ્યારે એમ. વી. એક્ટ. હાજર દંડના 75 કેસ કરાયા હતા, જેમાં રૂૂપિયા 34200 નો દંડ વસુલાયો હતો.
