સોના-ચાંદીમાં તોફાની તેજી: ચાંદીમાં 10,000નો વધારો, સોનું રૂા.2100 વધ્યું

  રાજકોટમાં ચાંદીનો ભાવ રૂા.2,65,000 અને સોનાનો ભાવ રૂા.1,45,000ને આંબ્યો: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં આજે 75 ડોલરનો વધારો નોંધાયો સપાતાહના પ્રથમ દિવસે જ સોના-ચાંદીમાં જોરદાર તેજી…

 

રાજકોટમાં ચાંદીનો ભાવ રૂા.2,65,000 અને સોનાનો ભાવ રૂા.1,45,000ને આંબ્યો: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં આજે 75 ડોલરનો વધારો નોંધાયો

સપાતાહના પ્રથમ દિવસે જ સોના-ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી છે. આજે બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં ભડકો થયો હતો અને 10 હજારનો વધારો નોંધાયો હતો. સોનામાં પણ આજે બેકાબુ તેજી જોવા મળી હતી અને 2000નો વધારો ખુલતાની સાથે નોંધાયો હતો. આજે એમસીએકસમાં સોનુ 140840 પર પહોંચ્યું છે અને ચાંદીમાં એમસીએકસમાં ભાવ 262860 પર જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જીયો પોલીટીકલ પરિસ્થિતિ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં સતત વધારો નોંધાયો છે.

આ ઉપરાંત ઈન્ડસ્ટ્રીમાં ચાંદીનો વપરાશ 300 ટકા વધ્યો છે જેને કારણે ચાંદીનો ભાવ બેકાબુ બન્યો છે. ડીમાન્ડની સાથે ઉત્પાદન પણ ઓછુ હોવાને કારણે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આજે ચાંદીમાં 10 હજારનો વધારો થતાં રાજકોટની બજારમાં પણ ચાંદીનો ભાવ 265405 પર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાંદી 83.86 ડોલર પ્રતિ ઓંસ પર પહોંચી છે. નિષ્ણાંતો માની રહ્યાં છે કે ચાંદી દિવાળી સુધીમાં 3.25 લાખ પર પહોંચશે. બીજી તરફ સોનાનો ભાવ રાજકોટમાં 1,45,000 સુધી પહોંચી ગયો છે. આજે સોનાના ભાવમાં 70 ડોલરનો વધારો નોંધાતા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનુ 4573 ડોલર સુધી પહોંચી ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *