સંસદ સભ્યો, ધારાસભ્યો, પદાધિકારીઓ, મંત્રીઓને પગાર કે માનદ વેતન આપવાનું બંધ કરો

પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ ભીમજીભાઇ બાંભણીયાની યાદીમાં જણાવાયું હતું કે મોંધવારી મંત્રીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ, અધિકારીઓને જ નડતી હોય તેવુ દેખાય રહયુ છે. મંત્રીઓને રૂૂા. 1.75 લાખ…

પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ ભીમજીભાઇ બાંભણીયાની યાદીમાં જણાવાયું હતું કે મોંધવારી મંત્રીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ, અધિકારીઓને જ નડતી હોય તેવુ દેખાય રહયુ છે. મંત્રીઓને રૂૂા. 1.75 લાખ જેવા પગારની રકમ, બંગલા, ગાડી અન્ય ભાડા ભથ્થા મળે છે. શહેરોમાં રહેવા માટે સર્કીટ હાઉસની વ્યવસ્થા છે. છતા રૂૂા. 500, રૂૂા. 800, રૂૂા. 1000 ને બદલે રૂૂા. 1,300, રૂૂ.ર, 100, રૂૂા. 2,600 દૈનિક ભથ્થુ આપવાની જાહેરાત થઈ છે. ગંગાસ્વરૂૂપ અને વૃધ્ધ મહિલાઓને માસિક રૂૂા. 1000 થી રૂૂા. 1200 સહાય આપવામાં આવે છે. જેથી આવી જાહેરાતથી કોઈપણનું માથુ શરમથી જુકી જવું જોઈએ.

સંસદ સભ્યો, ધારાસભ્યો, મંત્રીઓ કે પદાધિકારીઓને પગાર કે માનદવેતન આપવાનુ બંધ થવુ જોઈએ. કારણ કે તેઓ કર્મચારીની વ્યાખ્યામાં આવતા નથી. ફક્ત સંસદસભ્ય, ધારાસભ્ય કે કોઈપણ મીટીંગમાં જવાનુ થાય ત્યારે જ તેઓને નિયમ મુજબ સિટીંગ ફ્રી કે ભાડા ભથ્થા મળે તેવી જોગવાઈ થવી જોઈએ. અધિકારીઓ માટે પગારના રકમની મર્યાદા નકકી થવી જોઈએ.ઉપરાંત્ત સરકારે ઉત્સવો, ઉદઘાટન, ખાતમુર્હત, જાહેરાતો, લોકાર્પણ તેમજ અન્ય કાર્યકુમો પાછળ થતા કરોડો રૂૂપિયાના ખર્ચ અંગે ફેર વિચારણા કરી કરકસર યુકત વ્યવહાર કરવામાં આવે તે જરૂૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *