મારી જવાની અને બેડરૂમના સપના જોવાનું બંધ કરો, કંગનાનો બાબા રામદેવને જવાબ

બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત તથા યોગગુરુ બાબા રામદેવ વચ્ચે ’ગટર જનરેશન’ મુદ્દે શરૂૂ થયેલો વિવાદ હવ વ્યક્તિગત ટિપ્પણીઓ સુધી પહોંચી ગયો છે.…

બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત તથા યોગગુરુ બાબા રામદેવ વચ્ચે ’ગટર જનરેશન’ મુદ્દે શરૂૂ થયેલો વિવાદ હવ વ્યક્તિગત ટિપ્પણીઓ સુધી પહોંચી ગયો છે. બાબા રામદેવે કંગનાના અગાઉના જીવન અને નિવેદનો પર સવાલ ઉઠાવ્યા બાદ કંગનાએ સોશિયલ મીડિયા પર આકરો પલટવાર કર્યો છે. કંગનાએ બાબા રામદેવને પોતાની અંગત જિંદગી અંગે ટિપ્પણી ન કરવાની સલાહ આપતાં પતંજલિ સાથે જોડાયેલા વિવાદોનો પણ ઉલ્લેખ કર્યો છે.

કંગના રનૌતે પોતાની ઇન્સ્ટાગ્રામસ્ટોરીમાં બાબા રામદેવને સંબોધીને આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો. તેમણે બાબાને પોતાની અંગત જિંદગી અને બેડરૂૂમ અંગે ટિપ્પણી ન કરવાની ચેતવણી આપી હતી. કંગનાએ દલીલ કરી કે કોઈ વ્યક્તિ અફવાઓ કે અધૂરી વાતોના આધારે બીજાના ચારિત્ર્ય અંગે નિર્ણય ન લેવો જોઈએ. તેમણે બાબા રામદેવની ટિપ્પણીઓને પોતાની પ્રતિષ્ઠા પર સીધો હુમલો ગણાવ્યો હતો.

પોતાના જવાબમાં કંગનાએ પતંજલિ સાથે જોડાયેલા કાનૂની વિવાદોનો ઉલ્લેખ કરીને બાબા રામદેવને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સુપ્રીમ કોર્ટની અગાઉની કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમને ચારિત્ર્ય અંગે ઉપદેશ આપતા પહેલાં બાબાએ પોતાના સંબંધિત વિવાદો પણ યાદ રાખવા જોઈએ. કંગનાએ પોતાના સોશિયલ મીડિયા નિવેદનમાં પોતાનું ચારિત્ર્ય બાબા રામદેવ કરતાં વધુ સારું હોવાનો દાવો પણ કર્યો હતો.

શરૂૂઆતમાં મુદ્દો Gen Z અંગેના કંગનાના નિવેદન પૂરતો મર્યાદિત હતો, પરંતુ બાબા રામદેવે કંગનાના ભૂતકાળ અંગે કરેલી ટિપ્પણી બાદ બંને વચ્ચે સીધો શાબ્દિક ટકરાવ જોવા મળી રહ્યો છે. કંગનાના તાજા જવાબમાં અંગત જીવન, ચારિત્ર્ય અને પતંજલિ સાથે જોડાયેલા કાનૂની વિવાદોનો ઉલ્લેખ થતાં મામલો વધુ ગરમાયો છે. હવે આ વિવાદમાં બાબા રામદેવ તરફથી આગળ શું પ્રતિક્રિયા આવે છે તેના પર સૌની નજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *