પ્રી-ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 2600 અંક ઉછળ્યો
દેશના પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, કેરલમ, આસામ, તમિલનાડુ અને પુડુચેરીમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોના દિવસે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. પ્રિ ટ્રેડિંગમાં સેન્સેક્સ 2600 પોઇન્ટ ઉપર ખુલ્યા બાદ હાલ સેન્સેક્સ 800 અને નિફ્ટી 270 પોઇન્ટ ઉપર જોવા મળી રહ્યા છે. આજે વહેલી સવારથી જ મતોની ગણતરી શરૂૂ થતા અને રાજકીય વલણો આવતાની સાથે જ શેરબજારમાં તેની સીધી અસર જોવા મળી હતી.
સેન્સેક્સ અને નિફ્ટી બંને મુખ્ય ઈન્ડેક્સ શુક્રવારના બંધ સ્તર કરતા નોંધપાત્ર તેજી સાથે ઓપન થયા હતા.
બજારના વિશ્ર્લેષકો આ તેજી પાછળ ચૂંટણી પરિણામોથી ઊભી થનારી રાજકીય સ્થિરતાની આશાને મુખ્ય કારણ ગણાવી રહ્યા છે. શેરબજારના આંકડાઓની વાત કરીએ તો, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો Sensex શુક્રવારના 76,913 ના લેવલ સામે તેજી સાથે 77,910 પર પહોંચી ગયો હતો અને જોતજોતામાં મિનિટોની અંદર તે 1100 પોઈન્ટ્સના ઉછાળા સાથે 77,910ના સ્તરે પહોંચી ગયો. જોકે ત્યારબાદ થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળતા સેન્સેક્સ 600 પોઈન્ટ સુધી આવી ગયો હતો.
નીફટીમાં પણ તેજી જોવા મળતા નિફ્ટી 24250 પાર થઈ ગઈ હતી. બેંક નિફ્ટી અને ળશમ કેપ નિફ્ટી માં પણ 600 પોઈન્ટ નો વધારો જોવા મળ્યો હતો. બ્રેન્ટ સિીક્ષફ ભાવ ઘટી ને 106 ડોલર પર પહોંચ્યો છે ચાંદીમાં આજે 1100 અને સોનામાં 400 રૂૂપિયા નો ઘટાડો નોંધાયો છે.
