શેરબજાર : આઈ.ટી.શેરોમાં 5 ટકાનું ગાબડું પડતાં સેન્સેકસ 650 પોઈન્ટ ગબડયો

શેર બજારમાં નીફટીની એકસપાયરી થયા બાદ આજે શેર બજારમાં પ્રોફીટ બુકીંગ જોવા મળ્યું છે. પણ સાથોસાથ એઆઈ સોફટવેરના ઈસ્યુને કારણે અમેરિકી બજારમાં કડાકા બોલ્યા બાદ…

શેર બજારમાં નીફટીની એકસપાયરી થયા બાદ આજે શેર બજારમાં પ્રોફીટ બુકીંગ જોવા મળ્યું છે. પણ સાથોસાથ એઆઈ સોફટવેરના ઈસ્યુને કારણે અમેરિકી બજારમાં કડાકા બોલ્યા બાદ તેની સીધી અસર ભારતના આઈટી ઈન્ડેકસ ઉપર પણ જોવા મળી રહી છે. આ માર્કેડ્ઢટ ખુલતાની સાથે જ ભારતની તમામ આઈટી કંપનીઓના શેરમાં મોટા કડાકા બોલી ગયા હતાં. ઈન્ફોસીસ, ટીસીએસ, વિપ્રો, ઓરેકલ, એચસીએલ જેવી દિગ્ગજ કંપનીઓના શેરમાં મોટા કડાકા પડી ગયા હતાં.

હાલ ઈન્ફોસીસીનો શેર 83 રૂપિયા નીચે પડતાં 1388 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. જે 52 વીકનો લોની નજીક આવી ગયો છે. બીજી બાજુ ટીસીએસના શેરમાં પણ આજ હાલત જોવા મળી છે. ટીસીએસના શેરમાં આજે 155 રૂપિયાનું ગાબડુ પડયું છે જેને કારણે 52 વીકનો સૌથી લો 2744 રૂપિયાનો આજે જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ટીસીએસ 4040 સુધી હાઈ ગયા બાદ નીચે ગબડીને 2752 પર આવી ગયો છે. ઉપરાંત વિપ્રો આજે 10 રૂપિયા, એચસીએલ 72 રૂપિયા, ઓરેકલ 433 રૂપિયા તુટયો છે. આઈટી શેરમાં પડેલા ગાબડાના કારણે સેન્સેકસ અને નિફટી પણ આજે શરૂઆતથી જ નીચે ટ્રેડ કરતાં જોવા મળ્યા હતાં.

કેટલીક કંપનીના નબળા પરિણામને કારણે પણ આજે માકેર્ટમાં મંદી જોવા મળી રહી છે. સેન્સેકસ 650 પોઈન્ટ અનેં નિફટી 155 પોઈન્ટ તુટયા છે. આઈટી કંપનીના શેરોમાં મોટા ગાબડા પડયા છે. એઆઈ સોફટવેરના સમાચારે આઈટી શેર ગબડયા છે. નિફટી અને સેન્સેકસની સાથે સાથો મીડકેપ નિફટી 400 પોઈન્ટ તુટી છે જો કે બેંક નિફટી 60 પોઈન્ટ ઉપર જોવા મળી છે. એલ.જી.ઈલેકટ્રોનિકસના નબળા પરિણામને કારણે તેના શેરમાં 70 રૂપિયાનું ગાબડુ પડયું છે.

બીજી બાજુ, સોના-ચાંદીમાં આજે મોટી વધઘટ નોંધાઈ નથી. ચાંદીમાં 2500 રૂા.નો ઘટાડો નોંધાયો છે અને ભાવ 2,60,650 પર જોવા મળી રહ્યો છે. જ્યારે સોનાનો ભાવમાં રૂા.1000નોં ઘટાડો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *