શેરબજાર ફરી ગગડ્યું, સેન્સેક્સ 1050 અને નિફ્ટીએ 23 હજારનું સ્તર ગુમાવ્યું

સોનામાં 1750 અને ચાંદીમાં 5200નો વધારો, ડોલર સામે રૂપિયો 94.30 ભણી આજે સપ્તાહના આખરી દિવસે શેર માર્કેટ ખૂલતાની સાથે ધડામ કરતું નીચે ગબડી ગયુ છે.…

સોનામાં 1750 અને ચાંદીમાં 5200નો વધારો, ડોલર સામે રૂપિયો 94.30 ભણી

આજે સપ્તાહના આખરી દિવસે શેર માર્કેટ ખૂલતાની સાથે ધડામ કરતું નીચે ગબડી ગયુ છે. સેન્સેક્સ નિફ્ટી માં ફરી મોટી અફરાતફરી જોવા મળી છે. અમેરિકા ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ હજુ પણ અસ્પષ્ટ બની રહી છે ત્યારે શેર બજારમાં હજુ પણ નેગેટિવ વલણ જોવા મળી રહ્યું છે. તેના પ્રત્યાઘાતરૂૂપે ભારતીય શેરબજારમાં આજે ભારે વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ માં 1050 પોઈન્ટ અને નિફ્ટીમાં310 પોઇન્ટના કડાકા બોલી ગયા છે. નિફટીએ આજે 23 હજારનો સ્તર પણ ગુમાવ્યું હતું.

આજે આજે રૂૂપિયા વધુ નબળો પડ્યો છે અને ડોલરનો ભાવ 94.30 સુધી પહોંચ્યો છે અને ક્રૂડના વધતા ભાવે આજે શેર માર્કેટમાં ખુલતા ની સાથે જ તમામ સેક્ટરમાં ભારે વેચવાની જોવા મળી હતી. ઑટો મેટલ બેંકના શેર ધરાશયી થયા હતા. સેન્સેક્સ નિફ્ટીના તમામ મુખ્ય શેરમાં ભારે ધોવાણ જોવા મળ્યું હતું. સેન્સેક્સમાં 1050 પોઇન્ટ નો કડાકો બોલી જતા સેન્સેક્સ 74200 ની સપાટી પર આવી ગયો છે તો નિફ્ટીમાં પણ 310 પોઈન્ટ નો કડાકો બોલી જતા 23000 નું સ્તર તૂટ્યું હતું. નિફ્ટી ના 50 સ્ટોક માંથી 37 સ્ટોકમાં વેચવાની જોવા મળી હતી. જ્યારે માર્કેટના કુલ શહેરમાંથી 2315 સ્ટોકમાં વેચવાલી અને માત્ર 380 સ્ટોકમાં ખરીદી જોવા મળી હતી.
સેન્સેક્સ અને નિફ્ટીની સાથે સાથે બેન્કિંગ શેરોમાં પણ ભારે ગાબડા પડ્યા હતા. તમામ સરકારી બેન્કોમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી અને બેંક નિફ્ટી 1060 પોઈન્ટ તૂટી ગયો હતો. તો સાથે સાથે મીડકેપ નિફ્ટી 800 પોઇન્ટ તૂટ્યું છે.

જોકે શેરબજારની નેગેટિવ વલણ જોવા મળ્યું છે પણ સોના ચાંદી માર્કેટમાં પણ પોઝિટિવ વલણ જોવા મળ્યું છે. માર્કેટ ખુલતા ની સાથે જ સોનામાં રૂૂ.1700 અને ચાંદીમાં રૂૂપિયા5200 નો મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોનુ શુક્રવારે 141050 વાયદા બજારમાં જોવા મળી રહ્યું છે. ચાંદી 2,25040 પર જોવા મળી રહી છે. રાજકોટની બજારની વાત કરીએ તો ચાંદીનો ભાવ 232700 જોવા મળી રહ્યો છે જ્યારે સોનાનો ભાવ 147050 પર જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 4442 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું છે જ્યારે ચાંદી 69 ડોલરે આવી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *