જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે દિલ્હી-મુંબઇમાં દેખાવો, ઝપાઝપી વચ્ચે સેંકડોની અટકાયત

આમ આદમી પાર્ટી અને અન્ય કેટલાક વિદ્યાર્થી તથા અન્ય સંગઠનો દ્વારા મુખ્ય ચુંટણી કમીશનરના રાજીનામાની માંગ સાથે જંતરમંતર પર દેખાવો શરૂ થાય એ અગાઉ સુરક્ષા…

આમ આદમી પાર્ટી અને અન્ય કેટલાક વિદ્યાર્થી તથા અન્ય સંગઠનો દ્વારા મુખ્ય ચુંટણી કમીશનરના રાજીનામાની માંગ સાથે જંતરમંતર પર દેખાવો શરૂ થાય એ અગાઉ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે, કારણ કે પોલીસે ગાંધી જયંતિના દિવસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન માટે પરવાનગી આપી નથી. ’ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન’ (AISA), રાજ્યસભાના સાંસદ મનોજ ઝા અને સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા આયોજિત આ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. દેખાવો પહેલાં આપના નેતા સૌરભ ઝા સહીતના નેતાઓ તથા કાર્યકરોની અટકાયત કરાઇ હતી.

જંતર-મંતર ખાતેના વિરોધ પ્રદર્શન સ્થળે, CPI(M)ના જનરલ સેક્રેટરી એમ.એ. બેબીએ કહ્યું કે વિરોધ પ્રદર્શન કરનારાઓની અટકાયત કે ધરપકડ કરવાને બદલે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની ધરપકડ થવી જોઈએ, કારણ કે તેમણે “લોકોના મતો રદ કરવાની ગુનાહિત પ્રવૃત્તિ” કરી છે.

દિલ્હી પોલીસે જંતર-મંતર વિરોધ સ્થળની નજીકથી ’ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા’ (DYFI)ના મોટી સંખ્યામાં વિદ્યાર્થી કાર્યકરોની અટકાયત કરી છે. લોકો મુખ્ય વિરોધ સ્થળમાં પ્રવેશ કરે તે પહેલાં જ તેમની બળજબરીપૂર્વક અટકાયત કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસ આ વિસ્તાર પર નજર રાખવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કરી રહી છે. દિલ્હી મેટ્રોએ શુક્રવારે રાજીવ ચોક, સેન્ટ્રલ સચિવાલય અને જંતર-મંતર સહિત 11 સ્ટેશનો પર પ્રવેશ અને બહાર નીકળવાની સુવિધા બંધ કરી દીધી છે. મુંબઇમાં અભિજીત દિપકેના નેતૃત્વમાં કોકરોચ જનતા પાર્ટી આજે મુંબઈમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. અને મુખ્ય ચૂંટણી કમિશનર (ઈઊઈ) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *