શેરબજારમાં કોહરામ: સેન્સેક્સ 1200 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના રૂા.3 લાખ કરોડ ઓગળી ગયા

ગુરુવારે ભારતીય શેરબજારના રોકાણકારો માટે સવાર અત્યંત નિરાશાજનક રહી. વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતો, અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં થયેલો તીવ્ર ઉછાળો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના…

ગુરુવારે ભારતીય શેરબજારના રોકાણકારો માટે સવાર અત્યંત નિરાશાજનક રહી. વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતો, અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં થયેલો તીવ્ર ઉછાળો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 100 ડોલરને પાર પહોંચી જતાં સ્થાનિક બજારમાં વ્યાપક વેચવાલીનું મોજું ફરી વળ્યું હતું. કારોબાર શરૂૂ થતાંની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી બંને ઇન્ડેક્સ કડડભૂસ થઈ ગયા હતા. બપોરે 3:00 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 1,200 પોઇન્ટથી વધુ અને નિફ્ટી લગભગ 375 પોઇન્ટ તૂટી ગયો હતો, જેના પગલે ગણતરીના કલાકોમાં રોકાણકારોની મૂડીમાંથી અંદાજે 3 લાખ કરોડ રૂૂપિયાનું ધોવાણ થઈ ગયું હતું. બીજી બાજુ ક્રૂડનો ભાવ ફરી એક વખત 100 ડોલરને પાર થતા 102 સુધી પહોંચતા શેર બજારમાં તેની નેગેટિવ અસર જોવા મળી હતી.

ગુરુવારે સવારે BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ 74,82 ની સરખામણીએ સીધો ગગડીને 74,272 પર ખૂલ્યો હતો અને પ્રથમ 5 મિનિટના ટ્રેડિંગમાં જ 700 પોઇન્ટથી વધુ તૂટીને 74,120 ના સ્તર પર આવી ગયો હતો. બપોરે 2:00 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 1.57% અથવા 1,246 પોઇન્ટના ઘટાડા સાથે 73,582 પર કારોબાર કરતો જોવા મળ્યો હતો. બીજી તરફ, NSE નિફ્ટી અગાઉના 23,446ના બંધ સામે ગબડીને 23,221 પર ખૂલ્યો હતો અને કારોબાર આગળ વધતાં 375 પોઇન્ટ તૂટીને 23,048ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો.

શેરબજારમાં સર્જાયેલા આ હાહાકાર વચ્ચે સ્ટોક એક્સચેન્જ NSEના 22,561.57 કરોડ રૂૂપિયાના મેગા IPOનું લિસ્ટિંગ યોજાયું. જોકે, સેક્ધડરી માર્કેટમાં પ્રવર્તતી મંદી અને અનિશ્ચિતતાના કારણે ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) લિસ્ટિંગ પહેલાં ઘટીને માત્ર 2% આસપાસ આવી ગયું હતું અને રોકાણકારોને ધાર્યા કરતા ઓછુ વળતર મળ્યું હતું. 1785નાં શેરનું રૂા.1800એ લિસ્ટીંગ થયું હતું અને આજનો હાઇ 1878 તથા લો રૂા.1800નો બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *