રાજ્યના મુખ્ય વિદ્યુત નિરીક્ષક પાંચ લાખની લાંચ લેતા પકડાયા, ઘરેથી 88.82 લાખનું સોનું-ચાંદી, 1.76 કરોડની રોકડ સહિત 2.64 કરોડની સંપત્તિ જપ્ત

સોલાર પેનલની ફાઇલ ક્લિયર કરવા લાંચ લેતા કલાસ વન અધિકારી અશ્ર્વિન ચૌધરી એસીબીના સકંજામાં, ગાંધીનગર-સુરતના મકાને એસીબીના દરોડા સરકારી હોદ્દા અને પાવરનો દુરુપયોગ કરીને લાંચ…

સોલાર પેનલની ફાઇલ ક્લિયર કરવા લાંચ લેતા કલાસ વન અધિકારી અશ્ર્વિન ચૌધરી એસીબીના સકંજામાં, ગાંધીનગર-સુરતના મકાને એસીબીના દરોડા

સરકારી હોદ્દા અને પાવરનો દુરુપયોગ કરીને લાંચ લેતા વિદ્યુત નિરિક્ષક કચેરીના ક્લાસ-વન અધિકારી અશ્વિન ચૌધરી એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. નિવૃત્તિને 8 મહિના બાકી હતા, તે પહેલા જ તેઓ સકંજામાં આવ્યા છે.

ગાંધીનગરમાં એન્ટી કરપ્શન બ્યૂરોની મોટી કામગીરી સામે આવી છે. વિદ્યુત નિરિક્ષક કચેરીના ક્લાસ-વન અધિકારી સકંજામાં આવ્યા છે. વિદ્યુત નિરિક્ષક કચેરીના મુખ્ય વિદ્યુત નિરિક્ષક અધિકારી એ.બી. ચૌધરી પાંચ લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયા છે. એ.બી.ચૌધરીએ સોલાર પેનાલ નાખવા માટે લાંચ માંગી હતી. ACB એ અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે, તેમના બંને મકાન તથા ગાડીમાંથી 1 કરોડ 76 લાખ રોકડા મળ્યા છે. તો સોના-ચાંદી 88 લાખ 82 હજારની કિંમતના દાગીના મળ્યા છે. કુલ 2 કરોડ 64 લાખની મત્તા મળી આવી છે.

ACB ઓપરેશન હાથ ધરી લાંચિયા અધિકારીનો પર્દાફાશ કર્યો છે. ગાંધીનગર વિધુત નિરીક્ષક કચેરીના ક્લાસ વન ઓફિસર એ.બી.ચૌધરી લાંચ લેતા ઝપડાયા છે. ચૌધરીએ સોલાર પેનલ નાંખવા માટે લાંચ માંગી હતી. એસીબીના અધિકારીઓએ અશ્વિન બી. ચૌધરીની કાર તથા મકાનમાંથી કરોડો રૂૂપિયા મેળવ્યા છે. હાલ અધિકારીની અટકાયત કરી ACB વધુ તપાસ હાથ ધરી છે.

આ વિશે એસીબીના નાયબ નિયામક ભારતી પંડ્યાએ માહિતી આપતા જણાવ્યું કે, એ.બી.ચૌધરીના 8 મહિના નિવૃત્તિના બાકી હતા. ગાડીમાંથી 5 લાખ 51 હજાર રોકડા મળ્યા છે. તો ગાડીમાં ગિફ્ટ વાઉચર પણ મળ્યા. બે રહેણાંક મકાનો ગાંધીનગર અને સુરતમાં સર્ચ કર્યું હતું. બંને મકાન અને ગાડીમાંથી 1 કરોડ 76 લાખ રોકડા મળ્યા છે. સોના-ચાંદીના 88 લાખ 82 હજારની કિંમતનો મુદામાલ મળ્યો છે. આ સાથે કુલ 2 કરોડ 64 લાખની મત્તા અશ્વિન ચૌધરી પાસેથી મળી આવી છે. તેઓ ચાર વર્ષથી આ હોદ્દા પર કામ કરતા હતા.

મુખ્ય વિદ્યુત નિરીક્ષકની કચેરીમાં વર્ગ એકમાં કામ કરતા અને લાંચ લેતા પકડાયેલા એબી ચૌધરીના સરકારી આવાસ પર મીડીયાની ટીમ પહોંચી હતી. જ્યાં તેમના ઘરમાં સન્નાટો છવાયેલો જોવા મળ્યો હતો. ઘરના આંગણામાં મોંઘીદાટ બીએમડબલ્યુ અને જીપ જેવી ગાડીઓ પાર્ક કરાયેલી જોવા મળી.

100થી વધુ ફાઇલો માત્ર 7 દી’માં ક્લિયર કરતા એસીબીની ઝપટે ચડી ગયા
અશ્વિન ચૌધરી સ્થળ તપાસ વગર જ સોલાર પેનાલ માટે મંજૂરી આપી દેતા હતા. તેમના કોઈ એજન્ટ હતા કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. અશ્વિન ચૌધરીએ 100 થી વધુ ફાઇલો માત્ર એક અઠવાડિયામાં ક્લિયર કરી હતી. આ તમામ ફાઇલની તપાસ કરવામાં આવશે. લાંચ લેવાની તેમની કોઈ રકમ નક્કી ના હતી. કંપની સાથે ડીલ નક્કી થયા એ મુજબ પૈસા લેતા. હાલ રેડ દરમિયાન 5 લાખ રોકડા લીધા એ જપ્ત કરી લેવાયા છે. બાતમીના આધારે અમે છટકું ગોઠવ્યું હતું જેમાં સફળતા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *