દરેક શહેર-જિલ્લામાંથી ભાજપના જૂના જોગીઓનું લિસ્ટ મગાવતું પ્રદેશ કાર્યાલય

ગુજરાતમાં પાલિકા- પંચાયતોની ચુંટણીઓ બાદ બદલાયેલી રાજકીય સ્થિતિમાં સતાધારી પક્ષ ભાજપે ફરી એક વખત જુના જોગીઓ તરફ નજર દોડાવી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી વિનાકારણે…

ગુજરાતમાં પાલિકા- પંચાયતોની ચુંટણીઓ બાદ બદલાયેલી રાજકીય સ્થિતિમાં સતાધારી પક્ષ ભાજપે ફરી એક વખત જુના જોગીઓ તરફ નજર દોડાવી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી વિનાકારણે સાડિમાં ધકેલાઇ ગયેલા તેમજ જુથવાદનો ભોગ બનેલા લોકોને ફરી સક્રીય કરવા પ્રદેશ કક્ષાએથી નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી મુજબ પ્રદેશ ભાજપ દ્વારા દરેક શહેર જિલ્લા પ્રમુખો પાસેથી જુના પદાધિકારીઓ, ધારાસભ્યો, સાંસદો અને કોર્પોરેટરોના નામ મંગાવવામાં આવ્યા છે.ભાજપના સુત્રોના કહેવા મુજબ દરેક શહેર- જિલ્લામાંથી જુના જોગીઓના નામોનું લિસ્ટ મળ્યા બાદ તેમાંથી કેટલાક નેતાઓને પ્રદેશ કક્ષાએ સંગઠનમાં સમાવી સક્રીય કરવામાં આવશે. જયારે બાકીનાને સ્થાનિક સંગઠનોમાં મહત્વ આપવામાં આવશે.

ત્રણેક દિવસ પહેલા આ બાબતે પ્રદેશ ભાજપમાંથી શહેર-જિલ્લા પ્રમુખોને સુચના આવી હોવાથી સ્થાનિક કક્ષાએ લિસ્ટ બનાવવાનું શરૂ કરાયું છે. જો કે, આ લિસ્ટ મોકલવામાં વહાલા દવલાની નીતિ અપનાવાય તો સ્થાનિક કક્ષાએ વિવાદ વકરવાની પુરી શકયતા છે. જો કે, લિસ્ટ મંગાવવા પાછળ સંગઠનમાં સક્રિય કરવાની બાબત જ છે કે બોર્ડ નિગમની નિમણુંકો? તે અંગે ચર્ચા શરૂ થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *