પરાજય માટે પ્રદેશ નેતાઓ જવાબદાર: રાહુલની વાત કુંડું કથરોટને હસે તેવી

કોંગ્રેસ અધ્યક્ષ તરીકે મલ્લિકાઅર્જુન ખડગે ભલે હોય, રાહુલ ગાંધી જ પક્ષ ચલાવી રહ્યા છે એ વાત કોઇથી છુપી નથી. ગત સપ્તાહે ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલે…

કોંગ્રેસ અધ્યક્ષ તરીકે મલ્લિકાઅર્જુન ખડગે ભલે હોય, રાહુલ ગાંધી જ પક્ષ ચલાવી રહ્યા છે એ વાત કોઇથી છુપી નથી. ગત સપ્તાહે ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલે પહેલીવાર કોંગ્રેસના તાલુકા-જિલ્લા કક્ષાના નેતાઓ સાથે બેઠક યોજયા બાદ રાજયના પ્રદેશ નેતાએ ભાજપની બી ટીમ તરીકે કામ કરતા હોવાનો આક્ષેપ કરી તેમને બહારનો દરવાજો દેખાડી દેવાની તૈયારી દર્શાવી હતી. રાજયના મોટાભાગના સ્થાનિક નેતાઓ પ્રદેશ પ્રમુખના નેતાઓ સાથે અહેમદ પટેલના જમાનાથી થોકબંધ ફરીયાદો કરી રહ્યા છે એટલે એમાં કશું થયું નથી. અલબત, પક્ષના રાજયસ્તરના નેતૃત્વ સામે આવી ફરીયાદો દસકાઓથી ઉઠતી રહે તે ગંભીર બાબત છે. પણ કોંગ્રેસના સતત પરાજય અને 25 વર્ષથી સત્તા બહાર રહેવાનું એકમાત્ર કારણ નથી.

રાહુલ ગાંધીની દલીલ એ છે કે સંયુક્ત વિપક્ષ પાસે ગુજરાતમાં 40% વોટ શેર છે. તેમણે ઉમેર્યું, તે નાનો આંકડો નથી. ગુજરાતના કોઈપણ ભાગમાં અમારી પાસે બે લોકો હશે, જેમાંથી એક ભાજપને અને બીજો કોંગ્રેસને ટેકો આપશે. પરંતુ અમારા મનમાં અમે વિચારીએ છીએ કે કોંગ્રેસ પાસે તાકાત નથી. જો આપણો મત 5% વધે તો તે પૂરતું હશે. તેલંગાણામાં, અમે અમારો વોટ શેર 22% વધાર્યો, અમારે અહીં માત્ર 5%ની જરૂૂર છે. પરંતુ અમે આ બે જૂથોને ચાળ્યા વિના આ 5% મેળવી શકીશું નહીં.

ભૂતપૂર્વ મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જેની ઠુમ્મરના જણાવ્યા મુજબ તે પાર્ટીના સભ્યોને દંડ કરવાની વિરુદ્ધ છે જેમના પર ગાંધીએ ભાજપ માટે કામ કરવાનો આરોપ મૂક્યો હતો. જ્યારે કોઈ પક્ષ 30 વર્ષ સુધી સત્તાની બહાર હોય છે, ત્યારે આ એક કુદરતી પ્રક્રિયા છે. એક યા બીજા સ્ત્રોતથી કોંગ્રેસના સભ્યો ભાજપ સાથે જોડાય છે. અમારે, એક પક્ષ તરીકે, તેમને પ્રેરિત કરવા પડશે, અમારે તેમને બેસીને તેમની સાથે વાત કરવી પડશે. હકિકતમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને ગુજરાત સિવાય યુપી, બિહાર અને અન્યત્ર પક્ષનો સતત પરાજય કેમ થાય છે તેનો જવાબ માગવાની જરૂર હતી. પ્રદેશ નેતાઓ પર દોષનો ટોપલો નાખવાની વાત કુડું સ્થળોને હલે તેવી છે. કોઇપણ ચુંટણીમાં પરાજય માટે કેન્દ્રીય નેતૃત્વ પણ એટલું જ બલકે વધુ જવાબદાર છે. કેમ કે તે ચુંટણીનો મેરીકીવ સેટ કરે છે. ચોકીદાર ચોર હૈ થી માંડી અદાણી, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી અને બંધારણ ખતરામાં છે તેવા મુદ્દાઓ રાહુલ ગાંધીએ જ સેટ કર્યા હતા અને પરિણામો ઉંધા પડયા હતા. આ સંજોગોમાં રાહુલ ગાંધી જયાં સુધી પક્ષનો હકારાત્મક એજન્ડા સેટ નહીં કરે ત્યાં સુધી પક્ષની દુર્દશાનો અંત આવવાનો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *