પડતર ભરતી અને પેન્શનના મુદ્દે કર્મચારીઓ આક્રમક મૂડમાં
ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન (AISBISF) દ્વારા ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, 1947 હેઠળ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વર્કમેન વર્ગના કર્મચારીઓ દ્વારા 25 અને 26 મે 2026ના રોજ રાષ્ટ્રવ્યાપી બે દિવસીય હડતાળ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ નિર્ણય બેંક મેનેજમેન્ટ દ્વારા લાંબા રામયથી બાકી રહેલા મુદ્દાઓના નિરાકરણમાં થયેલી નિષ્ફળતા તેમજ કરાર, સમજૂતી અને સહમતિઓના અણપાલન અને ઉલ્લંઘન સામે લેવામાં આવ્યો છમ ફેડરેશને આ પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, જેના કારણે કર્મચારીઓ અને બેંકના કાર્ય પર નકારાત્મક અસર પડી રહી છે.
આ હડતાળની મુખ્ય માગણીઓમાં, મેસેન્જર અને સશસ્ત્ર ગાર્ડની તાત્કાલિક ભરતી, NPS કર્મચારીઓને પેન્શન ફંડ મેનેજર બદલવાની સુવિધા, 2019 પછી ભરતી થયેલા કર્મચારીઓ માટે ઇન્ટર સર્કલ ટ્રાન્સફર ફરી શરૂૂ કરવું.
કાયમી કામોના આઉટસોર્સિંગ પર રોક લગાવવી, સ્ટાફની અછત દૂર કરવા માટે પર્યાપ્ત ભરતી, વર્કમેન અને અધિકારીઓ વચ્ચે વેતન સમાનતાં (પેરિટી), 2023થી બાકી રહેલી કેરિયર પ્રોગ્રેશન સ્કીમની સમીક્ષા, પાત્ર નિવૃત્ત કર્મચારીઓને નોશનલ સ્ટેગ્નેશન ઇન્ક્રિમેન્ટનો લાભ, ફિઝિશિયન ક્ધસલ્ટેશન ચાર્જ સમયસર અમલમાં મુકવા, મેડિકલ રિઇમ્બર્સમેન્ટ સ્કીમમાં સુધારો, નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શનમાં બધા પગાર ઘટકોનો સમાવેશ, HRMS સંબંધિત સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ, બોર્ડમાં વર્કમેન કર્મચારી ડિરેક્ટરની નિમણૂક, પીએફ ટ્રસ્ટી માટે નામાંકિત સભ્યની નિમણૂક, ક્રોસ સેલિંગના નામે થતી મિસ-સેલિંગ પર નિમંત્રણ સહીત મુદાઓ નિરાકરણ લાવવા માંગ કરાશે.
