મોહમદ સામી, રિન્કુ સિંહ, આકાશદીપ સહિતના સ્ટાર ક્રિકેટરો રાજકોટમાં

આવતીકાલથી વિજય હજારે ટ્રોફિમાં આઠ ટીમો વચ્ચે ટક્કર, હાર્દિક પંડ્યા પણ ટીમમાં આવતીકાલથી દિગ્ગજ ક્રિકેટરો ફરી એક વખત રાજકોટમાં રમતા જોવા મળશે. ભારતભરમાં વિજય હજારે…

આવતીકાલથી વિજય હજારે ટ્રોફિમાં આઠ ટીમો વચ્ચે ટક્કર, હાર્દિક પંડ્યા પણ ટીમમાં

આવતીકાલથી દિગ્ગજ ક્રિકેટરો ફરી એક વખત રાજકોટમાં રમતા જોવા મળશે. ભારતભરમાં વિજય હજારે ટ્રોફી ની શરૂૂઆત થઈ રહી છે 24 તારીખથી ટુર્નામેન્ટ શરૂૂ થઈ રહી છે ત્યારે ભારતની ટોચની આઠ ટીમો ના મેચ રાજકોટ ખાતે ફાળવવામાં આવ્યા છે. આ આઠ ટી માં કેટલાક દિવસ ક્રિકેટરોનો પણ સમાવેશ થાય છે જે રાજકોટના નિરંજનશાહ સ્ટેડિયમ ખાતે રમતા જોવા મળશે. વિજય હજારે ટ્રોફી માટે જે આઠ ટીમો રાજકોટ આવી છે તેમાં આસામ, વિદર્ભ, જમ્મુ અને કશ્મીર, બંગાળ, હૈદરાબાદ, ઉત્તર પ્રદેશ ચંદીગઢ તેમજ બરોડાની ટીમનો સમાવેશ થાય છે.

જે દિગ્ગજ ક્રિકેટરો રાજકોટ રમવા આવી રહ્યા છે તેમાં હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ફાસ્ટ બોલર આકાશ દીપ, મોહમ્મદ સામી, રીન્કુ સિંહ, રિયાન પરાગ જેવા દિગજ ક્રિકેટરો રાજકોટમાં આવી રહ્યા છે.
આવતીકાલે રાજકોટમાં ચાર મેચ રમાશે. જેમાં બે મેચ નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે અને બે મેચ સણોસરા ખાતેદાર સ્ટેડિયમ પર રમાશે.

જે આઠ ટીમ વિજય હજારે ટ્રોફી રમવા રાજકોટમાં આવી છે તેમાં બંગાળની ટીમમાં ભારતના સ્ટાર બોલર મોહમ્મદ સામી આકાશદીપ તેમજ મુકેશકુમાર પણ રમતા જોવા મળશે. ઉપરાંત ટીમના સુકાની તરીકે અભિમન્યુ ઈશ્વરન રહેશે. બીજું બીજી બાજુ ભારતીય ટીમની ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ટીમમાં સામેલ થયેલ રિંકુ સિંહ ઉત્તર પ્રદેશ ક્રિકેટ ટીમના સુકાની તરીકે રાજકોટ આવી રહ્યા છે. તેમની સાથે ભારતના ધ્રુવ જુરેલ પણ મેચમાં રમતા જોવા મળશે.

જોકે સૌથી મોટું આકર્ષણ હાર્દિક પંડ્યા બની રહેશે. હાર્દિક પંડ્યાએ ભારતીયટીમમાં પુનરાગમન કર્યા બાદ તોફાની બે અર્ધ સદી ફટકારીને બધા લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જોકે હાર્દિક પંડ્યાનું હજુ રમવું અનિશ્ચિત માનવામાં આવે છે.પણ હાલ તો બરોડાની ટીમમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે જોકે તે ટીમની સાથે આવ્યો નથી. ઉપરાંત તેમના ભાઈ કૃણાલ પંડ્યા પણ અહીં સુકાની તરીકે રમતા જોવા મળશે. અન્ય ટીમની વાત કરીએ તો આસામની ટીમમાં રિયાન પરાગ પણ સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગત વર્ષની રનર અપ વિદર્ભ ટીમ પણ અહીં રમવા મેદાને ઉતરશે.

જમ્મુ કાશ્મીર ની ટીમમાં પણ ભારત વતી ચૂકેલા બે ખેલાડીઓ પણ આવ્યા છે. જેમાં ભારત વતી રમી ચૂકેલા બે ફાસ્ટ બોલરોનો પણ સમાવેશ થાય છે. નિરંજન શાહ “એ” સ્ટેડિયમ પર રમાનાર તમામ મેચ jio hotstar પર લાઈવ જોવા મળી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *