જામનગર મહાનગરપાલિકા ની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક ચેરમેન નિલેશ કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી .જેમાં કુલ રૂૂ.8.79 કરોડ નાં વિવિધ ખર્ચ અને રૂૂ.1 .11 લાખ ની આવક ની દરખાસ્તો ને મંજૂરી આપવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક આજે નિલેશ કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં 11 સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખુમસુર્યા , ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા , કમિશનર ડી એન મોદી , નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મળ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વિકેન્દ્રીત જીલ્લા આયોજન મંડળની સંસદ સભ્ય અને ધારાસભ્ય ની 100 ટકા ગ્રાન્ટ અન્વયે જામનગર શહેર વિસ્તારમાં આર.સી.સી. બેન્ચીઝ સપ્લાય કરી ફીટ કરવાના કામ માટે રૂૂા. 30 લાખ , બી – 51305 બિલ્ડીંગ મેઈનન્ટેનન્સ-સ્વભંડોળમાં જોગવાઈ કરી આપવા અંગે કમિશ્નર ની દરખાસ્ત સ્વભંડોળ કેપીટલ હેડે ખર્ચ બુક કરવાનું મંજુરી આપવામાં આવી હતી.
વોર્ડ નં. 3 પટેલ કોલોની શેરી નં. 12 માં પી.એન. માર્ગ થી નવી કોર્ટ બિલ્ડીંગ થઈ ને ગાંધીનગર સુધી સી.સી. રોડ બનાવવા ના કામ અંગે રૂૂા. 277.49 લાખ ,સીવીલ સાઉથ ઝોન વોર્ડ નં. 16 હર્ષદમીલ ચાલી ના છેડે થી કિર્તી પાન થી ટીટોડીવાડી તરફ જતા ડી.પી. રોડ કેનાલ સુધી સી.સી. રોડ બનાવવા ના કામ માટે રૂૂા. 10.39 લાખ નાં ખર્ચ ની દરખાસ્ત ને મંજુર રાખવામાં આવી હતી. સીવીલ ઇસ્ટ ઝોન વોર્ડ નં. 10 માં રાધાકૃષ્ણ પાર્કમાં આવેલ જગ્યા દલપતરામ હરખજી ત્રિવેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ ની જગ્યા માં કોમ્યુનીટી હોલ બનાવવા ના કામ અંગે રૂૂા. 15 લાખ નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.કેબલ ટી.વી. / મનોરંજન કર / વ્યવસાય વેરા ગ્રાંટ (સ્વભંડોળ) અન્વયે સીવીલ શાખા નોર્થ ઝોન (વોર્ડ નં. 2,3 અને 4) માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં (સી.સી. ચરેડા) ના કામ માટે રૂૂા. 15 લાખ,(વોર્ડ નં. 8) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં સી.સી. રોડ / બ્લોક (પેવર બ્લોક) ના કામે માટે રૂૂા. 20 લાખ નું ખર્ચ મંજુર કરાયુ હતું.
જોલી બંગલા પાસે આવેલ શ્યામજી કૃષ્ણ વર્મા ગાર્ડન માં ફેન્ચાઈસી આઉટલેટ માટે ની જગ્યા પાંચ વર્ષ ના લીઝ પિરિયડ પર આપવાના કામ અંગે કમિશ્નર ની દરખાસ્ત મંજુર કરવામાં આવતા મહાનગરપાલિકાને રૂૂ.1.11 લાખ ની વાર્ષિક આવક થશે.અલગ-અલગ વિસ્તારો માં ભુગર્ભગટર પાઈપ લાઈન નાખવાના કામ માટે રૂૂા. 31.52 નું લાખ તેમજ જામનગર મહાનગર સેવા સદન ના ફાયર સ્ટાફ તથા સિકયોરીટી સ્ટાફ તથા વર્ગ-3 અને વર્ગ – 4 તેમજ સફાઈ કામદારો માટે યુનિફોર્મ ખરીદી કરવા રૂૂા. 20 લાખ મંજુર રાખવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માં લાઈવ સ્ટોક ઈન્સ્પેકટરક્ષની જગ્યા ઉપર કોન્ટ્રાકટ બેઈઝ થી નવી નિમણુંક આપવા અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓ ની નવી નિમણુંક 6 માસ માટે આપવાનું મંજુર કરવામાં આવ્યું હતું.
સોશિયલ ડેવલોપમેન્ટ સ્પેશીયાલીસ્ટ અને એમ.આઈ.એસ. સ્પેશ્યાલીસ્ટ ની જગ્યા ઉપર કોન્ટ્રાકટ બેઈઝ થી નવી નિમણુંક આપવા સોલીડ વેસ્ટ શાખાના કર્મચારી ઝીણા વીરા પરમાર, (ડ્રાઇવર) ને કેન્સર ની બિમારી સબબ આર્થિક સહાય મળવા અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂૂા. 75,000 ની મર્યાદા માં આર્થિક સહાય આપવાનું મંજુર રખવામાં આવ્યું હતું.
મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી ભવન મા એકસ આર્મી મેન ગાર્ડ તથા મહિલા ગાર્ડ ની સેવા ઓ અંગે રૂૂા. 6.67 લાખ મંજુર માન્ય રાખવામાં આવ્યું હતું મનોજકુમાર જે. ભટ્ટ તથા અન્ય 12 (બાર) કર્મચારીઓ કે જેઓ દ્વારા જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નિમણુંક પામેલ કુલ ટાઇમ ચોકીદાર ક્રમ પટ્ટાવાળા દ્વારા ગુજરાત હાઇકોર્ટ માં અલગ-અલગ રીટપીટીશન દાખલ કરેલ જેના હુકમ મુજબ તેઓને ટર્મીનલ બેનીફીટ વિગેરે આપવા બાબતે કમિશ્નર ની દરખાસ્ત અન્વયે હાઇકોર્ટ ના ચુકાદા મુજબ ધોરણસર ના હકક હિસ્સા કુલ 17 ચોકીદાર ને ચુકવવા અંગે ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવા નો નિર્ણય લેવાયો હતો.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નિમણુંક પામેલ પાર્ટ ટાઇમ પટ્ટાવાળાઓને નિયમીત કરવા સબંધેના ઔધોગિક અદાલતના હુકમ સામે સંસ્થા દ્વારા હાઇકોર્ટમાં કરેલ પેન્ડીંગ અપીલ દરમ્યાન વિવાદનું સમાધાન કરવા અંગે ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે ઔધોગીક અદાલતના હુકમ મુજબ ધોરણસરના હકક હિસ્સા ચુકવવા અંગે સમાધાન કરવા અંગે ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવા નો નિર્ણય લેવાયો હતો.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ 2024-25 ની આંતરમાળખાકીય સુવિધાની ગ્રાંટ અંતર્ગત સીવીલ નોર્થ ઝોન વોર્ડ નં. 3 માં પટેલ કોલોની શેરી નં. 12 માં પી.એન. માર્ગ થી નવી કોર્ટ બિલ્ડીંગ થઈ ગાંધીનગર થઇ માજોઠીનગર રેલ્વે ટ્રેક પુલીયા સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવાના કામ અંગે રૂૂા. 451.79 લાખ નું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું આમ આજ ની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક માં કુલ રૂૂપિયા રૂૂા. 8.79 કરોડ નાં ખર્ચ અને રૂૂા. 1.11 લાખ ની આવક ની દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી.