જામનગર મહાનગર-પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, સિટી ઈજનેર ભાવેશભાઈ જાની, ઈનચાર્જ આસી. કમિશ્નર (ટેકસ) જીગ્નેશ નિર્મલ ઉપરાંત 11 સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.શહેર નાં વોર્ડ નંબર 10, 11 અને 12 માં વોટર વર્કસ દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચ માં સીસી પેચવર્ક (ચરેડા)ના કામ માટે રૂૂ. 19.15 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.વોર્ડ નંબર 10, 11, 12, 8, 15 અને 16 માં ગાર્ડન વર્કસના કામ માટે રૂૂ. 10 લાખ, વોર્ડ નંબર 8,15 અને 16 માં બિલ્ડીંગ વર્કસના કામ માટે રૂૂ. પાંચ લાખ, વોર્ડ નંબર 10, 11 અને 12 માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ વર્કસ ના કામ માટે રૂૂ. પાંચ લાખ, વોર્ડ નંબર 2, 3 અને 4 માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસ ના કામ માટે રૂૂ. 3 લાખના ખર્ચ ને મંજૂરી અપાઈ હતી.( અમદાવાદ ) ને ઢોર ટ્રાન્સપોર્ટ કરવા માટે રૂૂ. 107 લાખના ખર્ચને મંજૂર રાખવામાં આવી હતી.
શ્રાવણી મેળા માં સ્ટેઈજ- મંડપ નાં ખર્ચ માટે રૂૂ. 34 લાખ 7 હજાર ની રકમને મંજૂરી અપાઈ હતી. વોટર વર્કસ અને આરોગ્ય શાખા માટે બ્લીચીંગ પાવડર ની તથા જંતુ નાશક દવાની ખરીદી માટે રૂૂ. 10 લાખ, પંચેશ્વર ટાવરથી ચાંદીબજાર, રતનબાઈ મસ્જીદ સુધી ડી.આઈ. પાઈપ લાઈન નાંખવા માટે રૂૂ. 21.02 લાખનાં ખર્ચને બહાલી આપવામાં આવી હતી.
આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી બે દરખાસ્તો રજૂ થઈ હતી. જેમાં જામનગર જિલ્લા અને જામનગર મહાનગર પાલિકા નાં સહયોગ થી યોગ વિજ્ઞાન શિબિર તા. 16-1-25થી 19-1-25 સુધી શ્રીજી હોલ પાસેના મહાનગર પાલિકાના મેદાન નાં આયોજનને મંજૂરી આપવામાં આવી હતી.તથા આહિર યુવા ગ્રુપને તા. 14-1-25 ના જ્ઞાતિ સમૂહ ભોજન માટે મહાનગર પાલિકાનું મેદાન ભાડુ વસુલી ને આપવાનુ મંજુર કરાયું હતું.આમ આજની બેઠકમાં કુલ રૂૂ. 2 કરોડ 14 લાખના ખર્ચ અને રૂૂ. 14 કરોડ 50 લાખનાં સૈદ્ધાંતિક ખર્ચને બહાલી અપાઈ હતી.
34 લાખનો બામ્બુ મંડપ: ખર્ચ વાયાજબી છે?
જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી મેળા દરમિયાન પ્રદર્શન ચાઉન્ડ ખાતે બનાવવામાં આવેલ સ્ટેજ-મંડપ માટે રૂૂ. 34.07 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ મંડપ બામ્બુથી બનાવવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ખર્ચ જોતાં શહેરીજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું બામ્બુથી બનેલા એક મંડપ પાછળ આટલી મોટી રકમ ખર્ચવી જરૂૂરી હતી? શું આ ખર્ચમાં કોઈ અનિયમિતતા થઈ હશે? આવા સવાલોનો જવાબ મેળવવા માટે નાગરિકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. આ મામલે મહાનગરપાલિકા કમિશનરની દરખાસ્ત મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. જો કે, આ દરખાસ્તમાં ખર્ચની વિગતો અને તેની જરૂૂરિયાતને યોગ્ય રીતે સમજાવવામાં આવી છે કે કેમ તે અંગે હજુ સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી.
રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ કે ખર્ચાળ દુર્વ્યવહાર?
જામનગર મહાનગરપાલિકાએ રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ લાવવાના નામે અમદાવાદની ગોપાલ કૃષ્ણ જનકલ્યાણ સેવા ટ્રસ્ટની પાંજરાપોળમાં ઢોરને ખસેડવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય માટે પાલિકાએ 107 લાખ રૂૂપિયાનો ધરખમ ખર્ચ મંજૂર કર્યો છે. જોકે, આ નિર્ણય અને ખર્ચ બંને જાહેર જનતા માટે શંકાસ્પદ બન્યા છે. એક તરફ રખડતા ઢોરની સમસ્યાને ઉકેલવાની જરૂૂરિયાત છે તો બીજી તરફ આટલી મોટી રકમ ખર્ચવા પાછળનું કારણ સમજાતું નથી. દરેક પશુને ખસેડવા માટે કેટલો ખર્ચ થાય છે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. શું આ ખર્ચ માત્ર ઢોરને ખસેડવા માટેનો છે કે પછી અન્ય કોઈ ખર્ચ પણ સામેલ છે? આ પ્રશ્નોના જવાબો મેળવવા જરૂૂરી છે.
