સ્ટેન્ડિંગ કમિટીમાં 11.74 કરોડ નવા વિકાસ કામોનાં ખર્ચને મંજૂરી

મનપાની તમામ સેવાઓ ઉપર નજર રાખવા માટે કમાન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર થશે : વોર્ડ નં 1 થી 8 માં ભરતી કરવા બહાલી જામનગર મહાનગરપાલિકાની આજે…

મનપાની તમામ સેવાઓ ઉપર નજર રાખવા માટે કમાન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર થશે : વોર્ડ નં 1 થી 8 માં ભરતી કરવા બહાલી

જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂૂપિયા 11 કરોડ 74 લાખના વિવિધ વિકાસ કામ ના ખર્ચને બહાલી આપવામાં આવી હતી .ખાસ કરીને શહેરમાં નગરપાલિકા હસ્તક ની તમામ સેવાઓ ઉપર સીસીટીવી કેમેરા મારફત નજર રાખવા માટે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરવા માટે ક્ધસલ્ટન્ટ ની નિમણૂક આપવા ની દરખાસ્ત ને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે શહેરમાં ચાર નવા આરોગ્ય કેન્દ્ર બનાવવા તથા વોર્ડ નંબર 1 થી 8 માં કચરો એકત્ર કરી તેના નિકાલ ની કામગીરી માટે રૂૂ.900 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકા ની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કુલ 11 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, ઇચા. સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ હાજર રહ્યાં હતા.

લાઈટ શાખા ના એક જૂની.ઇજનેર ને ક્ધવે. એલાઉન્સ આપવા નિર્ણય લેવાયો હતો.અર્બન પ્લાનર તરીકે ફરજ બજાવતા કોન્ટ્રાક્ટર બેઈઝ કર્મચારી ઓની નવી નિમણુંક આપવા અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે 11 માસ માટે નવી નિમણુંક આપવાનું મંજુર રખાયું હતું.

જામનગર શહેર ખાતે કુલ 4 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવા બનાવવા માટે ની દરખાસ્ત ને સૈધ્ધાંતિક મંજુરી આપવા આવી હતી. સને 2025-26 માં વોર્ડ નં. 1 થી 8 ના તમામ વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના પોલ ઈરેક્શન, પોલ શિફટીંગ વર્ક તથા સેન્ટ્રલ લાઈટીંગ મેઈન્ટેનન્સ તેમજ આનુસંગિક વર્ક અંગે રૂૂા. 11.80 લાખ નું ખર્ચ મંજુર કરાયું હતું.

મ્યુનિ. સભ્ય ની ડીમાન્ડ અન્વયે લોકભાગીદારીની સ્કીમ અંતર્ગત વોર્ડ નં. 9 માં સોઢા ના ડેલામાં પાઈપ ગટર/ભુગર્ભ ગટર બનાવવાના કામ માટે રૂૂા. 23.25 લાખ મંજુર કરવામાં આવ્યા હતા. જામનગર મહાનગરપાલિકાના ભાગ નં. 1 થી 8 માં થી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કામગીરી, ઓપન પોઈન્ટ ગાર્બેજ કલેકશન, બીન્સ કલેકશન કરી પોતાના બંધ બોડી ના વાહનો દ્વારા નિકાલ કરવા ના કામ માટે ત્રણ માસનું ખર્ચ રૂૂા. 900 લાખ મંજુર કરાયું હતું.

જ્યારે એક દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવી હતી જેમાં ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર તૈયાર કરવા માટે ક્ધસલ્ટન્ટની નિમણુંક આપવાનું મંજુર કરાયું હતું.આમ આજ ની બેઠક માં કૂલ રૂૂ. રૂૂા. 11 કરોડ 74 લાખ ના જુદાજુદા ખર્ચ ને મંજૂરી અપાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *