આજે સવારે (૩૧ માર્ચ, ૨૦૨૬) બિહારના નાલંદામાં એક મોટી દુર્ઘટના બની હતી. નાલંદા જીલ્લામાં આવેલ શીતલા માતાના મંદિરમાં આજે અચાનક નાસભાગ મચી હતી. આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થયાં હતાં.
આજે ચૈત્ર મહિનાનો છેલ્લો મંગળવાર છે. જેથી શીતલા માતાના મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. મંદિર પરિસરમાં પોલીસ અને વહીવટીતંત્રનો બંદોબસ્ત નહિવત હોવાનું જાણવા મળ્યું છે. માતાના દર્શન કરવાની ઉતાવળમાં કેટલાક શ્રદ્ધાળુઓએ લાઈન તોડીને આગળ વધવાનો પ્રયાસ કરતા અફરાતફરી મચી હતી. એકાએક ભીડ બેકાબૂ બનતા લોકો એકબીજા પર પડવા લાગ્યા હતા, જેના પરિણામે આ ભયાનક નાસભાગ સર્જાઈ હતી. ભાગદોડ મચી હતી. ત્યારબાદ પ્રશાસને મંદિર અને મેળાને બંધ કરાવ્યા હતાં. અકસ્માત બાદ, રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.
નોંધનીય છે કે દર મંગળવારે હજારો શ્રદ્ધાળુઓ આ સ્થળે પ્રાર્થના કરવા માટે આવે છે. જોકે, આ ખાસ મંગળવારે સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી હોય તેવું લાગતું હતું. શ્રદ્ધાળુઓની મોટી ભીડ પૂજા માટે એકઠી થઈ હતી, અને આ ભીડ વચ્ચે, અજાણ્યા કારણોસર નાસભાગ મચી ગઈ હતી. ઘટનાનો ચોક્કસ ક્રમ હજુ સ્પષ્ટ નથી. માહિતી મળતાં જ, ઘણી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) પણ ઘટનાસ્થળે પહોંચ્યા.
સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ હોનારત પાછળ પોલીસ-પ્રશાસનની ઘોર બેદરકારી જવાબદાર છે.ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
