ખેલ મંત્રાલય આકરા પાણીએ, ટેબલ ટેનિસ ફેડરેશનની માન્યતા સસ્પેન્ડ

કેન્દ્ર સરકારના ખેલ મંત્રાલયે ટેબલ ટેનિસ ફેડરેશન ઑફ ઇન્ડિયાની માન્યતા ગેરવહીવટ બદલ સસ્પેન્ડ કરી છે. એના સંચાલનમાં અભાવ હોવાનું કારણ આપીને આ નિર્ણય લેવામાં આવ્યો…

કેન્દ્ર સરકારના ખેલ મંત્રાલયે ટેબલ ટેનિસ ફેડરેશન ઑફ ઇન્ડિયાની માન્યતા ગેરવહીવટ બદલ સસ્પેન્ડ કરી છે. એના સંચાલનમાં અભાવ હોવાનું કારણ આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશનને દેશમાં આ રમતના વહીવટ માટે ઍડ-હોક કમિટી નીમવા કહ્યું છે. મંત્રાલયે જણાવ્યું છે કે ટીટીએફઆઇ દ્વારા સમયસર ચૂંટણી નથી નીમવામાં આવી તેમ જ આ વર્ષની શરૂૂઆતમાં મોકલવામાં આવેલી કારણદર્શક નોટિસનો ફેડરેશન તરફથી સંતોષકારક પ્રતિક્રિયા પણ નહોતી આવી.

સાડાત્રણ વર્ષથી ટીટીએફઆઇના પ્રમુખસ્થાને મેઘના આહલાવત છે. તેઓ આ ફેડરેશનના પ્રથમ મહિલા પ્રમુખ છે. તેઓ હરિયાણાના વિધાનસભ્ય દુષ્યંત ચૌટાલાના પત્ની અને ટીટીએફઆઇના ભૂતપૂર્વ પ્રમુખ અજય સિંહ ચૌટાલાના પુત્રવધુ છે.

ટીટીએફઆઇ ઘણા મહિનાઓથી વિવાદમાં છે. જાન્યુઆરીમાં ફેડરેશને દેશના ટેબલ ટેનિસ-લેજન્ડ અને કપોળ સમાજના અગ્રણી કમલેશ મહેતાને મહામંત્રીપદેથી સસ્પેન્ડ કર્યા હતા. નાણાકીય ગેરવ્યવસ્થાનો તેમના પર આક્ષેપ હતો, પરંતુ કમલેશ મહેતા આ મુદ્દો દિલ્હી હાઈ કોર્ટમાં લઈ ગયા હતા અને એ અદાલતે કમલેશ મહેતાનું સસ્પેન્શન રદ કરવાનો આદેશ ફેડરેશનને આપ્યો હતો. થોડા મહિના પૂર્વે ફેડરેશને દેશની ટોચની ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાને એશિયન ગેમ્સ માટેના સ્ક્વોડની બહાર રાખી હતી.

ડોમેસ્ટિક સ્તરે જરૂૂરત કરતાં ઓછું રમ્યાનો તેની સામે આક્ષેપ હતો. બત્રાએ જાહેરમાં આ નિર્ણયને વખોડ્યો હતો અને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીનો હસ્તક્ષેપ માગ્યો હતો. ફેડરેશનની સિલેક્શનને લગતી પ્રક્રિયા શંકાસ્પદ અને અવ્યવહારું હોવાનું બત્રાએ જણાવ્યું હતું. ફેડરેશને આ સહિતના તમામ મુદ્દાને ધ્યાનમાં લઈને ફેડરેશનને કારણદર્શક નોટિસ મોકલી હતી જેનો એના તરફથી સંતોષકારક જવાબ નહોતો મળ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *