સૌરાષ્ટ્રના 29 વોન્ટેડ આરોપીઓને પકડવા ખાસ ઓપરેશન: ઈનામ જાહેર

પાંચ જિલ્લાના વોન્ટેડ આરોપીની માહિતી આપનારને રૂા.5 હજારથી 20 હજારનું ઈનામ, રેન્જ આઈજી નિર્લિપ્ત રાયનું વિશેષ અભિયાન રાજકોટ રેન્જ હેઠળના પાંચ દ્વારકા, જિલ્લાઓ દેવભૂમિ જામનગર,…

પાંચ જિલ્લાના વોન્ટેડ આરોપીની માહિતી આપનારને રૂા.5 હજારથી 20 હજારનું ઈનામ, રેન્જ આઈજી નિર્લિપ્ત રાયનું વિશેષ અભિયાન

રાજકોટ રેન્જ હેઠળના પાંચ દ્વારકા, જિલ્લાઓ દેવભૂમિ જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગરમાં વર્ષોથી નાસતા ફરતા ગંભીર ગુનાના આરોપીઓને શોધી કાઢવા માટે નવ નિયુક્ત રેંજ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા ખાસ ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યું છે. રાજકોટ રેન્જના પાંચ જીલ્લામાં પોલીસ દ્વારા વિશેષ અભિયાન શરૂૂ કરવામાં આવ્યું છે. રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયે આવા 29 આરોપીઓ પર આરોપી-વાઇઝ રોકડ ઈનામ જાહેર કર્યા છે. અનેક કેસોમાં ધરપકડ વોરંટ મેળવ્યા હોવા છતાં આરોપીઓ પકડાયા નથી, જેથી હવે જનતાની મદદ લેવામાં આવી રહી છે.પોલીસે જણાવ્યું છે કે જે કોઈ વ્યક્તિ આ સ્પષ્ટ આરોપીઓ વિશે સચોટ માહિતી આપશે તેને રૂૂ.5 હજારથી લઇ 20 હજાર સુધી ના ઇનામ જાહેર કરેલ રકમ મુજબ ઇનામ આપવામાં આવશે અને માહિતી આપનારની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે.

રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ગંભીર પ્રકારના ગુન્હાઓમાં નાસતા-ફરતા આરોપીઓની વારંવાર તપાસ કરતા મળી આવેલ ન હોય તેમજ તેઓ વિરુધ્ધનું ધરપકડ વોરંટ કોર્ટ માંથી મેળવી બજવણીના પ્રયત્નો કરવા છતાં આરોપીઓ આજદિન સુધી મળી આવેલ નથી તેઓને શોધી કાઢવા માટે પોલીસને સચોટ માહિતી આપનારને રોકડ ઈનામ જાહેર કરેલ છે.

ક્રમ આરોપીનુ નામ રોકડ ઇનામ
1 લખવિંદરસિંગ સ્વરૂપસિંગ તોંડ (જાટ) રૂા.10,000/-
2 ભાવેશ વિઠ્ઠલદાસ દુધાત્રા રૂા.15,000/-
3 અર્જુનસિંગ મોહન્તી ઉર્ફે રમેશ ઉર્ફે પંકજ ઉર્ફે પંડીત ઉર્ફે બ્રાહ્મણ- રૂા.10,000/-
4 કમા ઉર્ફે કમલેશ સાવલસિંગ મીનાવા રૂા.5000/-
5 રાહુલ ઉર્ફે ખુમસિંગ સજનસિંગ બધેલ રૂા.5000/-
6 દિનેશ જામસિંગ મેલા (ભીલ) રૂા.5000/-
7 આસુતોષ શીવધરન ત્રીપાઠી રૂા.5000/-
8 આસુતોષ પન્નાલાલ ચતુર્વેદી રૂા.5000/-
9 મહેન્દ્ર કૃષ્ણબલદેવ તીવારી રૂા.5000/-
10 લાલજી કૈલાશભાઇ પંડયા રૂા.10,000/-
11 બાલુ માનસિંગ બીલવાવ રૂા.5000/-
12 વસના ભુરા સરૂપા બીલવાલ રૂા.5000/-
13 કૈલાશ રામસીંગ અજનાર રૂા.5000/-
14 સંદિપ ગોકરણભાઇ પાસવાન રૂા.5000/-
15 રણજીતસિંહ ઉર્ફે રાણા બલવિરસિંહ મજબી રૂા.10,000/-
16 સોનુસિંગ સતનામસિંગ જાટ રૂા.10,000/-
17 ગંગારામ છોટાડીલા ચતર રૂા.10,000/-
18 દેવાસી ઉર્ફે કનુ મદન પરી રૂા.5000/-
19 રૂપેશકુમાર ઉર્ફે ટીનપાલ રામમહોનસિંગ ઉર્ફે દલમોહનસિંહ ચૌહાણ રાજપુત રૂા.8000/-
20 ફારૂક હબીબ જામ રૂા.20,000/-
21 વિવેક ઉર્ફે ટેલર અમરેંન્દ્રસીંહ વિષ્ણુદેવસિંહ ચંદેલ રૂા.8000/
22 રોહન બચાવપ્રસાદ યાદવ રૂા.8000/-
23 મુકેશ ઉર્ફે ધોળયો ઉર્ફે શૈલેન્દ્ર પુરખારા સરદારરામ ગોદારા- રૂા.10,000/-
24 રાજલખાન શખીમહંમદ મુસ્લીમ રૂા.5000/-
25 મનુભા માનસિહ ઝાલા રૂા.8000/-
26 અલીભાઇ નથુભાઇ ડફેર રૂા.10,000/-
27 સંજુ ઉર્ફે ધર્મેશ બાબુલાલ ગુર્જર રૂા.5000/-
28 ડાલુરામ હાલુજી ગુર્જર રહે.ભભાણા રૂા.5000/-
29 ભીખાભાઇ ભુરાભાઇ કુના. રૂા.20,000

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *