પ્રાથમિક શાળાઓની વાસ્તવિક સ્થિતિ ચકાસવા 25મી સુધી વિશેષ ડ્રાઇવ

ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા અને ભૌતિક સુવિધાઓની વાસ્તવિક સ્થિતિ ચકાસવા શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ ડ્રાઇવનું આયોજન કરાયું છે. જેમાં 25 ઓક્ટોબર સુધી…

ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા અને ભૌતિક સુવિધાઓની વાસ્તવિક સ્થિતિ ચકાસવા શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ ડ્રાઇવનું આયોજન કરાયું છે. જેમાં 25 ઓક્ટોબર સુધી અધિકારીઓ દ્વારા શાળાઓની મુલાકાત લઈ મૂલ્યાંકન કરાશે. આ કામગીરી અંતર્ગત CRC, BRC, K.N.I., AEI, EI, Dy. DPEO અને DPEO સહિતના વર્ગ-1 અને વર્ગ-2ના ઉચ્ચ અધિકારીઓ શાળાઓની આકસ્મિક મુલાકાત લઈ સ્થળ પર જ ઓનલાઈન મૂલ્યાંકન કરશે.

મુલાકાત દરમિયાન અધિકારીઓ દ્વારા રજિસ્ટરની ચકાસણી ઉપરાંત લાઇવ કેમેરાથી સ્થળ પરના ફોટોગ્રાફ્સ પાડીને તુરંત ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આંતરિક મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થયા બાદ હવે શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા ચકાસણી શરૂૂ કરાશે. આ ચકાસણી માટે 6 મુદ્દાને કેન્દ્ર સ્થાને રાખી કાર્યવાહી કરાશે. જેમાં ધોરણ-1થી 3ના બાળકો માટે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનના લક્ષ્યાંકો, ધોરણ-4થી 8ના વિદ્યાર્થીઓમાં વયકક્ષા મુજબ વાંચન, લેખન અને પાયાની ગણિત પ્રક્રિયાની ક્ષમતા ચકાસાશે. આ ઉપરાંત શિક્ષક ડાયરી, પાઠ આયોજન, એકમ કસોટીનું સમયસર આયોજન અને તેના ગુણની પ્લેટફોર્મ પર એન્ટ્રી તથા જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ માર્ગદર્શનની સમીક્ષા થશે.

આ ઉપરાંત, શાળા પરિસર, વર્ગખંડો, રમતનું મેદાન, કુમાર-ક્ધયા માટે અલગ શૌચાલય અને પાણીની સુવિધાની ચકાસણી કરાશે. જર્જરિત ઓરડાઓનો ઉપયોગ બંધ છે કે નહીં, ફાયર સેફ્ટીના સાધનો અને વીજળીનું સક્ષમ વાયરિંગ છે કે નહીં તેની ખાસ વિગતો લેવાશે. દૈનિક મેનુ મુજબ તાજું અને ગુણવત્તાયુક્ત ભોજન, બાળકોને આપતા પહેલાં શિક્ષક કે SMCસભ્ય દ્વારા ચાખણી, અનાજનો ભૌતિક સ્ટોક, રસોઈઘરની સ્વચ્છતા અને રસોઈયા-હેલ્પરના હેલ્થ કાર્ડની ચકાસણી કરાશે. ઓનલાઈન હાજરી તથા સતત ગેરહાજર કે ડ્રોપઆઉટ બાળકો માટે હાથ ધરાયેલ ઘર મુલાકાત રજિસ્ટર તપાસાશે. જખઈની માસિક બેઠકોની મિનિટ્સ બુક, ગ્રાન્ટનો નાણાકીય હિસાબ, PFMS એન્ટ્રી, સર્વિસ બુક, સ્ટોક રજિસ્ટર, કેશબુક અને પાઠ્યપુસ્તક-ગણવેશ સહાય સમયસર મળી છે કે નહીં તેની ચકાસણી કરાશે. કમ્પ્યુટર લેબ, ટેબ્લેટ્સની કાર્યરત સ્થિતિ અને જી-શાળા તથા સ્વિફ્ટ ચેટનો શૈક્ષણિક ઉપયોગ થાય છે કે નહીં તે જોવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *