હાથમાં ભાલો અને ચહેરા પર લોહી, ‘માયસા’માં રશ્મિકાનો ખૂંખાર લૂક

રશ્મિકા મંદાના અત્યાર સુધી અનેક બ્લોકબસ્ટર ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે અને હવે પોતાની આગામી પેન-ઇન્ડિયા ફિલ્મ ’માયસા’ને લઈને ચર્ચામાં છે. આ મહિનાની શરૂૂઆતમાં મેકર્સે…

રશ્મિકા મંદાના અત્યાર સુધી અનેક બ્લોકબસ્ટર ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે અને હવે પોતાની આગામી પેન-ઇન્ડિયા ફિલ્મ ’માયસા’ને લઈને ચર્ચામાં છે. આ મહિનાની શરૂૂઆતમાં મેકર્સે ફિલ્મનું પોસ્ટર જાહેર કરીને રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. પોસ્ટરમાં રશ્મિકા હાથમાં ભાલો લઈને લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી. હવે મેકર્સે ફિલ્મનો બહુપ્રતીક્ષિત ટીઝર પણ રિલીઝ કરી દીધો છે, જેમાં અભિનેત્રી અત્યાર સુધીના પોતાના સૌથી અલગ અને ઇન્ટેન્સ અવતારમાં જોવા મળે છે.

ટીઝરની શરૂૂઆત માયસા મિશ્રના પાત્રથી થાય છે, જે શરૂૂઆતમાં થાકેલી અને તૂટેલી સ્થિતિમાં જોવા મળે છે. ત્યારબાદ તેનો સ્વભાવ સંપૂર્ણપણે બદલાયેલો દેખાય છે અને તે ગુસ્સેલ, નિર્ભય તથા રફ-ટફ અંદાજમાં સામે આવે છે. વાર્તામાં પોલીસથી લઈને ગુનેગારો સુધી દરેક વ્યક્તિ માયસાની શોધમાં છે, જ્યારે માયસા પોતાના પિતાને શોધી રહી છે. હાઇ-ઓક્ટેન એક્શનથી ભરેલો ટીઝર ફિલ્મની મુખ્ય વાર્તાની ઝલક પણ આપે છે. ફિલ્મના કેન્દ્રમાં એક પિતા અને દીકરીના સંબંધની ભાવનાત્મક કહાની છે. એટલે ’માયસા’ માત્ર એક્શન ફિલ્મ નહીં, પરંતુ ઇમોશન, થ્રિલ અને સંબંધોની લાગણીઓને જોડતી ફિલ્મ તરીકે રજૂ કરવામાં આવી રહી છે.

’માયસા’ 2026ની બહુપ્રતીક્ષિત ફિલ્મોમાં સામેલ છે. આ મહિલા-કેન્દ્રિત એક્શન ફિલ્મમાં રશ્મિકા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પોસ્ટર્સથી દર્શકોમાં ઉત્સુકતા વધાર્યા બાદ ટીઝરે પણ ફિલ્મ પ્રત્યેની ચર્ચા વધુ તેજ કરી છે. ટીઝર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર દર્શકો રશ્મિકાના અભિનય, એક્શન સીક્વન્સ અને સ્ટોરીટેલિંગની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે ફિલ્મને અત્યારથી જ સંભવિત બ્લોકબસ્ટર ગણાવી છે. ’માયસા’ 27 નવેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *