શાપર વેરાવળમાં આવેલા બિઝનેસ પાર્કમાં રહેતા સગીરે પીતા દારૂૂ પીને ઝઘડો કરતા હોવાથી ફીનાઇલ પી લીધું હતું. સગીરાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં આવેલ બિઝનેસ પાર્કમાં રહેતા સ્મિત સંજયભાઈ રાઠોડ નામનો 15 વર્ષનો સગીર પોતાના ઘરે હતો. ત્યારે સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં ફિનાઈલ પી લીધું હતું.સ્મિત રાઠોડને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં સ્મિત રાઠોડ એક ભાઈ બે બહેનમાં મોટો છે અને પિતા પુત્ર બંને કારખાનામાં મજૂરી કામ કરે છે પિતા સંજય રાઠોડ દારૂૂ પીને ઝઘડો કરતા હતા જેથી સ્મિત રાઠોડને લાગી આવતા ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં મુળીના રામપર ગામે રહેતી સંજનાબેન જેમાભાઈ કુણપરા નામની 20 વર્ષની પરિણીતા સાત દિવસ પૂર્વે પોતાના ઘરે હતી ત્યારે સવારના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.