પુત્રએ અલગ થવાની ના પાડતા માતાનો ઝેરી દવા પી આપઘાત

મોરબીમાં રહેતા પ્રૌઢાને પુત્રએ અલગ થવાની ના પાડતા તેમણે ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાતા તેમનું મોત નિપજયું હતુર્ીં જાણવા મળતી વિગત…

મોરબીમાં રહેતા પ્રૌઢાને પુત્રએ અલગ થવાની ના પાડતા તેમણે ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાતા તેમનું મોત નિપજયું હતુર્ીં

જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં શનાળા રોડ પર ચિત્રકુટ સોસાયટીમાં રહેતા વનીતબેન બાબુભાઇ કાંજીયા (ઉ.વ.59) નામના પ્રૌઢાએ ગઇકાલે સાંજે પોતાના ઘરે ઘઉંમાં નાખવાના ટીકડા પી લેતા તેમને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અહીં તેમનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજયું હતું.
પ્રાથમિક તપાસમાં મૃતક વનીતાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. માતાએ અલગ થવાનું કહેતા પુત્રએ અલગ થવાની ના પાડી હોય જેથી માતાએ આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *