નવાગામમાં પ્રેમ સંબંધની જાણ થઇ જતા માતા પર પુત્રનો હુમલો

પુત્ર સામે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાઇ કુવાડવા રોડ પર નવાગામ પંચાયત પાસે માતાના પ્રેમ સંબધની જાણ થઇ જતા પુત્રએ ઢીકાપાટુનો મારમારતા કુવાડવા રોડ પોલીસ મથકમાં…

પુત્ર સામે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાઇ

કુવાડવા રોડ પર નવાગામ પંચાયત પાસે માતાના પ્રેમ સંબધની જાણ થઇ જતા પુત્રએ ઢીકાપાટુનો મારમારતા કુવાડવા રોડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

બાનવની પ્રાપ્ત વિગતો અનુસાર, નવાગામ પંચાયત વાળી શેર નં.2માં રહેતા સોનલબેન અજયભાઇ પરમાર (ઉ.વ.39)એ ફરિયાદમાં તેમના પુત્ર સાહિલ (ઉ.વ.20)નું નામ આપતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
સોનલબેને ફરિયાદમાં જણાવ્યુ હતુ કે તેમના પતિનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયુ છે. તેમને સંતાનમાં એક પુત્ર સાહિલ અને એક દિકરી છે. ગઇ તા.6ના રોજ રાત્રીના સમયે સોનલબેન પોતાના ઘરે હતા. ત્યારે અગાઉ દિપક પરમાર સાથે પ્રેમ સંબધ હોય તેનો ખાર રાખી સાહિલે ગાળલ આપી અને ઉશ્કેરાઇ ઘરમાંથી એક પ્લાસ્ટિકનો પાઇપ લઇ હાથે-પગે મારમાર્યો હતો. તેનાથી બચવા હાથ વચ્ચે રાખતા તેમને માથાના ભાગે પણ ઇજા થઇ હતી. જેથી સંબધી રાજુ લઢેર વચ્ચે આવી બચાવતા 108માં બેસાડી સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. આ અંગે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *