સોમનાથ કોરીડોરની પ્રક્રિયા તેજ, સંપાદિત મકાનોનું ડિમોલિશન

સોમનાથ ખાતે કોરીડોર ના નિર્માણ ની કામગીરી તેજ થયેલ છે ધણાં સમય સુધી વાદવીવાદો અને આંદોલન પછી સંપાદન ની કામગીરી શરૂૂ થયેલ છે અને અત્યાર…

સોમનાથ ખાતે કોરીડોર ના નિર્માણ ની કામગીરી તેજ થયેલ છે ધણાં સમય સુધી વાદવીવાદો અને આંદોલન પછી સંપાદન ની કામગીરી શરૂૂ થયેલ છે અને અત્યાર સુધીમાં 200 થી 250 સુધી ની મિલકતો સંપાદન થયેલ છે જે સંપાદન થયેલ મીલકતો નુ ડિમોલેશન ની કામગીરી સવાર ના 10 કલાક ના અરસામાં શરૂૂ કરાઇ હતી.
આ ડિમોલેશ ની કામગીરી હોટલ શિવ સદન ની પાછળ પઠાણવાડા વિસ્તારમાં કરવામાં આવેલ છે જેમાં ડે કલેકટર, 4 મામલતદાર અને અન્ય સ્ટાફ સાથે 1 એસ પી,2 ડી વાય એસ પી,4 પી આઈ, 5 પી એસ આઈ અને 120 પોલીસ સ્ટાફ સાથે કામગીરી શરૂૂ થયેલ છે આ કામગીરી ડીમોલેશ ચાર ટીમો બનાવી કામગીરી થય રહેલ છે.

આ બાબતે ડે કલેકટર દ્વારા જણાવવામાં આવેલ કે ડિમોલશ ની કામગીરી ધમી ગતીએ શરૂૂ છે જે જગ્યાએ ડિમોલેશ થય રહેલ છે તે જગ્યા ખુંખજ સાંકડી જગ્યા હોવાથી અમુક જગ્યાએ જે સી બી મશીનો જય શકતા નથી જેથી મજુરો દ્વારા તોડવામા આવી રહેલ છે અને જે મકાનો સંપાદિત થયેલ છે છતાં તેમા લોકો રહેતા હોય તેવો માલસામાન ફેરવવા માટે બે ત્રણ દિવસ નો સમય માગે તો તેને આપવામાં આવે છે જેથી ડિમોલેશ ની કામગીરી ધીમી ગતિએ ચાલી રહેલ છે અને આ કામગીરી લાબા સમય સુધી ચાલતી રહેશે અત્યારે ચાર ટીમો ચાર જે સી બી અને ટ્રેકટરો દ્વારા ડિમોલેશ ની કામગીરી કરી રહેલ છે.

આ બાબતે જે મકાનો સંપાદિત થવાના બાકી છે તેઓ ના જવાબદાર લોકો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે અમો પણ અમારા મકાનો સોંપી દેવાના છે જેથી કોરીડોર ની કામગીરી ની મા ગતી આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *