વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગ કામને લીધે અમુક ટ્રેનો રદ, કેટલીક ડાઈવર્ટ

પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગની સાતે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમના કમીશનિંગ કામ માટે નોન ઈન્ટરલોકિંગ (ગઈં) કામ કરવામાં આવી રહ્યું છે. જેના હેઠળ કામ…

પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગની સાતે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમના કમીશનિંગ કામ માટે નોન ઈન્ટરલોકિંગ (ગઈં) કામ કરવામાં આવી રહ્યું છે. જેના હેઠળ કામ માટે ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવી રહ્યા છે. યાત્રીઓની સુવિધા અને સુરક્ષિત રેલવે સંચાલન સુનિશ્ચિત કરવા માટે મંડળ દ્વારા કેટલીક ટ્રેનો પૂર્ણપણે રદ થશે. સાથે જ વડોદરા સ્ટેશન પર યાર્ડ/પ્લેટફોર્મની કેટલીક રેલવે લાઈનો પર કામ માટે ટ્રેન સંચાલન પ્રતિબંધિત થવાથી કેટલીક ટ્રેનોને વડોદરા સ્ટેશનને બદલે બાજવા અને વિશ્વામિત્રી સ્ટેશનો પર હોલ્ટ આપવામાં આવશે.

પ્રભાવિત ટ્રેનોમાં 29,30 જૂન અને 01 જુલાઈ 2026 ની ટ્રેન નંબર 59549 વડોદરા-વટવા પેસેન્જર અને 29,30 જૂન અને 01 જુલાઈ 2026 ની ટ્રેન નંબર 59550 વટવા-વડોદરા પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી છે. અમુક વડોદરા સ્ટેશનને બદલે વિશ્વામિત્રી (ટજ) સ્ટેશન પર હોલ્ટ આપવામાં આવશે જેમાં વિશ્વામિત્રી સ્ટેશન પર આગમન/પ્રસ્થાન 09012 ભુજ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 24 જૂન 2026 02:00 કલાકે/02:05 કલાકે, 09416 ગાંધીધામબાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 25 જૂન 2026 08:00 કલાકે/08:05 કલાકે, 09419 અમદાવાદતિરૂૂચિરાપલ્લી સ્પેશિયલ 25 જૂન 2026 10:58 કલાકે/11:03 કલાકે, 09208 ભાવનગર ટર્મિનસબાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 25 જૂન 2026 23:15 કલાકે/23:20 કલાકે, 09088 અમદાવાદમુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ 26 જૂન 2026 00:25 કલાકે/00:30 કલાકે, 09082 વટવામુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ 27 જૂન 2026 00:25 કલાકે/00:30 કલાકે, 09038 ભુજબાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 27, 29 જૂન 2026 02:00 કલાકે/02:05 કલાકે, 04827 ભગત કી કોઠીબાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 28 જૂન 2026 01:25 કલાકે/01:30 કલાકે, 09018 વેરાવળબાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 29 જૂન 2026 22:00 કલાકે/22:05 કલાકે, 09010 ભુજબાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 29 જૂન 2026 22:55 કલાકે/23:00 કલાકે, 19016 પોરબંદરદાદર સૌરાષ્ટ એક્સપ્રેસ 30 જૂન અને 01 જુલાઈ 2026 10:09 કલાકે/10:11 કલાકે, 20908 ભુજદાદર સુપરફાસ્ટ 30 જૂન અને 01 જુલાઈ 2026 07:33 કલાકે/07:35 કલાકે, 11089 ભગત કી કોઠીપૂણે એક્સપ્રેસ 30 જૂન 2026 22:00 કલાકે/22:05 કલાકે, 19483 અમદાવાદસહરસા એક્સપ્રેસ 01 જુલાઈ 2026 02:40 કલાકે/02:45 કલાકે, 12479 જોધપુરબાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ 01 જુલાઈ 2026 05:30 કલાકે/05:35 કલાકે, વડોદરા સ્ટેશનને બદલે બાજવા સ્ટેશન પર 22956 ભુજબાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ 29,30 જૂન અને 01 જુલાઈ 2026 04:35 કલાકે/04:40 કલાકે, 20495 જોધપુરહડપસર સુપરફાસ્ટ 30 જૂન અને 01 જુલાઈ 2026 07:35 કલાકે/07:40 કલાકે, 20947 અમદાવાદએકતાનગર જનશતાબ્દી 30 જૂન અને 01 જુલાઈ 2026 09:10 કલાકે/09:15 કલાકે, 22946 ઓખામુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ મેલ 30 જૂન 2026 22:05 કલાકે/22:10 કલાકે, 22924 જામનગરબાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ 01 જુલાઈ 2026 03:15 કલાકે/03:20 કલાકે સહિતની ટ્રેનોને હોલ્ટ અપાશે.

પોરબંદર યાર્ડ રિમોડલિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝનની ટ્રેનો પ્રભાવિત
પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર યાર્ડના રિમોડેલિંગ કાર્ય અંતર્ગત લેવામાં આવનારા ટ્રાફિક અને પાવર બ્લોક ના કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર તારીખ 23 જૂન 2026 થી 04 જુલાઈ 2026 સુધી, 59206 પોરબંદરકાનાલુસ 59205 કાનાલુસપોરબંદર ટ્રેન સંપૂર્ણ પદે રદ રહેશે. તેમજ આ જ રીતે તારીખ 25 જૂન 2026 થી 04 જુલાઈ 2026 સુધી 19571 રાજકોટપોરબંદર, 19572 પોરબંદરરાજકોટ, 59563 રાજકોટપોરબંદર, 59564 પોરબંદરરાજકોટ સહિતની ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે. ટ્રેન નંબર 59562 પોરબંદરરાજકોટને તારીખ 30 જૂન 2026 થી 04 જુલાઈ 2026 સુધી પોરબંદરથી તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક મોડી રવાના કરવામાં આવશે અને ટ્રેન નંબર 19015 દાદરપોરબંદર એક્સપ્રેસને તારીખ 30 જૂન 2026 થી 04 જુલાઈ 2026 સુધી રાજકોટ સ્ટેશન પર 1 કલાક અને 05 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *