કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં મહાકુંભમાં નાસભાગ દરમિયાન મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી પાઠવી હતી. સાથે જ ધર્મના નામે રાજનીતિ કરનારાઓને આકરા શબ્દોમાં વખોડ્યા હતા ખાલી ભગવા પહેરવાથી સંત નથી બની જવાતું તેમણે હિન્દુ ધર્મનો સિદ્ધાંત સમજાવતા જણાવ્યું હતું કે, ‘મન ચંગા તો કઠૌતીમે ગંગા’ તેમણે મહાકુંભના ધાર્મિક આયોજનને રાજકીય કાર્યક્રમ બનાવવા સામે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. સાથે નાસભાગનો મૃત્યુઆંક દબાવવા મુદદ્દે પણ સરકાર પર પ્રહારો કર્યા હતાં. સિતાહરણ માટે જેમ રાવણે સાધુનું રૂપ લીધુ હતુ તેમ અમુક લોકો સત્તાહરણ કરવા માટે ભગવા કપડા પહેરી લે છે. તેવા લોકોને સાધુ કહેવડાવવાનો કોઈ અધિકારનથી તેમ પણ જણાવ્યું હતું.
હાલમાં ચાલી રહેલા મહાકુંભમાં વીઆઈપી કલ્ચરને લીધેસામાન્ય માણસોને ઘણી હાલાકી ભોગવવી પડતી હોવાના વીડિયો ખુબ વાયરલ થયા છે.
વીઆઈપી મુવમેન્ટને લીધે મહાકુંભમાં અનેક પ્લાટૂન બીજબંધ કરવામાં આવી રહ્યા છે. જેને લીધે કલાકો સુધી લોકોને સ્નાન કરવા રાહ જોવી પડી રહી છે. ત્યારે આ બાબતે શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પોતાના ડ હેન્ડલ પર રાજ્યસભામાં તેમના ભાષણનો વીડિયો પોસ્ટ કર્યો હતો. અને તેમાં જણાવ્યું છે કે, ધર્મ એ રાજકારણ નથી. આજે પણ કેટલાક એવા સાચા ઋષિ-મુનિઓ છે જેમના દર્શન થતાં જ તેમના ચરણોમાં મસ્તક ઝૂકી જાય છે.
માત્ર કેસરી પહેરવાથી સંત નથી બની જતા. રાવણ એ જ હતો જે ઋષિનું રૂૂપ ધારણ કરીને માતા સીતાનું અપહરણ કરવા ગયો હતો, તેવી જ રીતે આજે કોઈ સત્તાનું અપહરણ કરવા માટે સંતનું રૂૂપ ધારણ કરે છે, તેને સંત કહેવાનો કોઈ અધિકાર નથી. મારો હિંદુ ધર્મ કહે છે, જ્યારે મન સ્વસ્થ થાયક છે, ત્યારે ઘડામાં ગંગા હોય છે જો તમારું મન સ્વચ્છ હોય તો તમારા ઘડામાં માતા ગંગા હોય છે. ધાર્મિક આસ્થાને રાજકીય કાર્યક્રમ બનાવીને લોકોની લાગણી સાથે રમત રમાય છે ત્યારે નિર્દોષ લોકોને પણ તેનું પરિણામ ભોગવવું પડે છે. મહાકુંભમાં ટઈંઙ કલ્ચર શા માટે? શું ટઈંઙ ને સ્નાન કરાવવાનું કામ ઋષિ-મુનિઓનું છે? સરકારે મહાકુંભમાં નાસભાગમાં કોના મોત થયા હતા તેના નામ અને આંકડા જાહેર કરવા જોઈએ. કોંગ્રેસ પાર્ટી વતી હું મહા કુંભ નાસભાગમાં જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપું છું.