ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા પાટીદાર નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર જબરદસ્ત શાબ્દિક યુદ્ધ છેડાયું છે, જેના કેન્દ્રમાં વિરમગામ વિધાનસભા બેઠકની લડાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ હવે પાટીદાર આંદોલનના અગ્રણી નેતા વરુણ પટેલે પોતાના ફેસબુક પેજ પર એક અત્યંત ચોંકાવનારી સ્ટોરી મૂકીને રાજકીય ગરમાવો લાવી દીધો છે.
વરુણ પટેલે પોતાની સ્ટોરીમાં નામ લીધા વગર લખ્યું છે કે, ‘અભી તો ચિનગારી ભડકાઈ હૈ ઔર ચૂહે તિલમિલાને લગે, વક્ત આને દો સારે બિલ કે દરવાજે ભી બંધ કર દૂંગા, અભી તો સિર્ફ શોલા ભડકાયા હૈ આગે દેખો સૈલાબ હોગા, બહુત કુછ બદલને વાલા હૈ.’ વરુણ પટેલની આ પોસ્ટ બાદ તેઓ કોને ’ઉંદર’ કહી રહ્યા છે અને કોના માટે દરવાજા બંધ કરવાની વાત કરી રહ્યા છે, તેને લઈને ભારે તર્ક-વિતર્ક શરૂૂ થયા છે.
આ પોસ્ટ અંગે વાત કરતા વરુણ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં આવનારા દિવસોમાં એક સામાજિક અને રાજકીય ક્રાંતિ શરૂૂ થવા જઈ રહી છે અને પોસ્ટ એ જ સંદર્ભમાં છે. જોકે, પોસ્ટમાં ઉલ્લેખ કરાયેલા ‘ઉંદરો’ કોણ છે અને કોના માટે આ સંકેત કરવામાં આવ્યો છે તે અંગે તેમણે સ્પષ્ટતા કરી નહોતી. તેમણે કહ્યું હતું કે, ‘સમય આવ્યે ખબર પડશે, વેઇટ એન્ડ વોચ.’
આ સમગ્ર વિવાદની શરૂૂઆત ત્યારે થઈ જ્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે ફેસબુક પર એક સૂચક પોસ્ટ મૂકીને લખ્યું હતું કે, ‘મારી શાંતિને મારી નબળાઈ સમજવાની ભૂલ ન કરતા, દરેક જવાબ શબ્દોથી જ આપવામાં આવે તે જરૂૂરી નથી.’ હાર્દિક પટેલની આ પોસ્ટ બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિ (ઙઅઅજ)ના પૂર્વ ક્ધવીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ પણ હાર્દિકના સમર્થનમાં આવી જ પોસ્ટ મૂકી હતી. ત્યારબાદ આંદોલન સાથે જોડાયેલા અનેક પાટીદાર યુવાનોએ પણ આ ત્રણેય નેતાઓની પોસ્ટ શેર કરીને સોશિયલ મીડિયા પર એકજૂથતા બતાવી હતી.
એક તરફ જ્યાં હાર્દિક, અલ્પેશ અને ધાર્મિકની ત્રિપુટી મૌન તોડીને જવાબ આપવાની વાત કરી રહી છે, ત્યારે બીજી તરફ વરુણ પટેલની ફેસબુક સ્ટોરીએ નવો વળાંક આપ્યો છે. વરુણ પટેલે જે રીતે ’ચૂહે તિલમિલાને લગે’ અને ’બિલ કે દરવાજે બંધ કર દૂંગા’ જેવા આક્રમક શબ્દોનો ઉપયોગ કર્યો છે, તે જોતા રાજકીય વિશ્ર્લેષકો માની રહ્યા છે કે તેમનો સીધો ઈશારો આ જૂથ તરફ છે. તેઓ કયો ’સૈલાબ’ અને કેવો બદલાવ લાવવાની વાત કરી રહ્યા છે તે અંગે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ બની છે.
હાલની સ્થિતિ જોતા સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે હાર્દિક પટેલ અને વરુણ પટેલ વચ્ચે કંઈક સારું ચાલી રહ્યું નથી. વિરમગામની રાજકીય લડાઈ હવે ખૂલીને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આવી ગઈ છે. બંને પક્ષના નેતાઓ અને તેમના સમર્થકો સીધું કોઈનું નામ લીધા વગર સૂચક પોસ્ટ અને સ્ટોરીના માધ્યમથી એકબીજા પર નિશાન સાધી રહ્યા છે, જે આગામી દિવસોમાં પાટીદાર રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેત આપી રહ્યું છે.
સમગ્ર ઘટનાની શરૂૂઆત 25 નવેમ્બરની સાંજે થઈ હતી, તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો. આ પોસ્ટના બેકગ્રાઉન્ડમાં તમિલ સુપરસ્ટાર અને નેતા વિજય થલપતિનું ગીત મૂકવામાં આવ્યું હતું. જોકે, સૌથી વધુ ધ્યાન તેના કેપ્શને ખેંચ્યું હતું, જેમાં હાર્દિકે લખ્યું હતું કે, ‘મારી શાંતિને મારી નબળાઈ સમજવાની ભૂલ ન કરતા, દરેક જવાબ શબ્દોથી જ આપવામાં આવે એ જરૂૂરી નથી.’ આ પોસ્ટ ગણતરીના કલાકોમાં જ વાઇરલ થઈ ગઈ હતી.
હાર્દિકના સમર્થનમાં જ પોસ્ટ મુકી છે: અલ્પેશ કથીરિયા
એક સમયે સરકાર સામે બાંયો ચઢાવનાર આ બંને નેતાઓ હાલ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છે. ત્યારે અચાનક આવી પોસ્ટ કોને ઉદ્દેશીને લખવામાં આવી છે તે અંગે ચર્ચાઓ તેજ બની છે. આ સમગ્ર મામલે જ્યારે અલ્પેશ કથીરિયાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, તેમણે આ પોસ્ટ માત્ર હાર્દિક પટેલના સમર્થનમાં જ મૂકી છે. જોકે, હાર્દિક પટેલે આ પોસ્ટ કયા સંદર્ભમાં અને શા માટે લખી છે તે અંગે પોતાને કોઈ જાણ ન હોવાનું તથા આ બાબતે તેમની વચ્ચે કોઈ વાતચીત ન થઈ હોવાનું કથીરિયાએ જણાવ્યું હતું.
વિરમગામની બેઠકનો ગજગ્રાહ?
પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે કે આ સમગ્ર વિવાદના મૂળમાં વિરમગામ વિધાનસભા બેઠકની ટિકિટ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વરુણ પટેલ ગત વિધાનસભા ચૂંટણીમાં પણ વિરમગામ બેઠક પરથી પોતાને પ્રબળ દાવેદાર માની રહ્યા હતા અને તેમને ટિકિટ મળવાની પૂરી આશા હતી, પરંતુ છેલ્લી ઘડીએ હાર્દિક પટેલને ટિકિટ આપવામાં આવી હતી. હવે ફરી ચૂંટણી નજીક આવી રહી હોવાથી આ બેઠક પર વર્ચસ્વ જમાવવા માટે અંદરોઅંદર ઘમસાણ શરૂૂ થયું છે.
હાર્દિક પટેલની પોસ્ટ વાઇરલ થયા બાદ, આંદોલન સમયના તેમના સાથી અને પાસ (ઙઅઅજ)ના પૂર્વ ક્ધવીનર અલ્પેશ કથીરિયાએ પણ હાર્દિક સાથેની એક જૂની તસવીર શેર કરી હતી. તેમણે હાર્દિકના સૂરમાં સૂર પુરાવતા કેપ્શનમાં લખ્યું કે, ’અમારી ખામોશીને કમજોરી સમજવાની ભૂલ ના કરતા, અમારા સ્વાભિમાનને તમારી શરતોમાં તોલતા નહીં. અમે સમય આવ્યે ઇતિહાસ લખવાની તાકાત રાખીએ છીએ, બાકી અમને દરેક પાને પોતાનું નામ લખવાનો શોખ નથી.’ એક જ સમયે બંને નેતાઓની આવી પોસ્ટે રાજકીય ગરમાવો વધારી દીધો છે.
હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા બાદ પાટીદાર સમાજના યુવા નેતા અને પાસના ક્ધવીનર ધાર્મિક માલવીયાએ પણ ફેસબુક પર એ જ અંદાજમાં એક સૂચક પોસ્ટ મૂકીને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા જગાવી છે. આ વખતે ધાર્મિક માલવીયાએ અલ્પેશ કથીરિયા અને હાર્દિક પટેલ સાથેની પોતાની એક જૂની તસવીર શેર કરી છે.
