અત્યાર સુધીમાં ઝૂમા 55 સિંહ બાળનો જન્મ

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ઝૂંમા વધુ એક સિંહણને ત્યાં પારણુ બંધાયુ છે અને ત્રેલડાને જન્મ આપ્યો છે. એશિયાઇ સિંહ નર ધનંજય તથા માદા સિંહણ ધારા સંવનનથી…

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ઝૂંમા વધુ એક સિંહણને ત્યાં પારણુ બંધાયુ છે અને ત્રેલડાને જન્મ આપ્યો છે. એશિયાઇ સિંહ નર ધનંજય તથા માદા સિંહણ ધારા સંવનનથી 105 દિવસના ગર્ભાવસ્થાાના અંતે સિંહ માદા ધારા દ્વારા ગત તા. 11ના રોજ રાત્રીના સમયે સિંહ બાળ જીવ 03(ત્રણ)નો જન્મ થયેલ છે. જેમાં બે નર અને એક માદા સિંહ બાળ છે.હાલ માતા તથા બચ્ચું બન્ને તંદુરસ્તન છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્ડબ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે.

સિંહણ ધારાએ આ બીજી વખત બચ્ચાને જન્મ આપેલ છે. અગાઉ તા.5/12/2025ના રોજ સિંહનર ધનંજય સાથેના સંવનનથી બે સિંહ બાળને જન્મ આપેલ હતા. સામાન્ય રીતે સિંહ, વાઘ, દિ5ડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બે થી ત્રણ બચ્ચાં ને જન્મા આ5તા હોય છે. ખૂબજ ઓછા કિસ્સા્માં એક બચ્ચુંજ અથવા ચારથી પાંચ બચ્ચાંપઓ જન્મરતા હોય છે.

રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂૂપેનું નૈસર્ગીક વાતાવરણ એશીયાઇ સિંહ તથા સફેદ વાઘને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે એશીયાઇ સિંહ બાળ03નો જન્મ થતા એશીયાઇ સિંહની સંખ્યા 17 થઇ ગયેલ છે. જેમાં પુખ્ત નર-04, પુખ્ત માદા-08, પાઠડા નર-02 તથા બચ્ચા-03નો સમાવેશ થાય છે.

રાજકોટ ઝુ ખાતે નવા જન્મેલ સિંહ બાળ સહિત અત્યાર સુધીમાં કુલ 55 (પચાસ) સિંહબાળનો જન્મ થયેલ છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના ઘણા ઝૂને સિંહ આપી બદલામાં મહત્વના બીજી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવવામાં આવેલ છે. જેમાં મૈસુર ઝૂ, હૈદરાબાદ ઝૂ, છતબીર ઝૂ – પંજાબ, લખનઉ ઝૂ, ભીલાઇ ઝૂ – છતીસગઢ, કાંકરીયા ઝૂ, અમદાવાદ, સક્કરબાગ ઝૂ – જુનાગઢ વિગેરેનો સમાવેશ થાય છે. હાલ ઝૂ માં જુદી જુદી 70 પ્રજાતિઓનાં કુલ-618 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *