સાપ 3 ગોલ્ફ બોલ ગળી ગયો, નિષ્ણાતોએ પેટ દબાવીને કઢાવ્યા

અમેરિકામાં સેન ઍન્ટોનિયોની એક હોસ્પિટલમાં પ્રાણીનિષ્ણાતો પાસે એક સાપ ફૂલેલા પેટ સાથે લાવવામાં આવ્યો હતો. શેપ પરથી સમજાતું હતું કે સાપે એના કદ કરતાં મોટા…

અમેરિકામાં સેન ઍન્ટોનિયોની એક હોસ્પિટલમાં પ્રાણીનિષ્ણાતો પાસે એક સાપ ફૂલેલા પેટ સાથે લાવવામાં આવ્યો હતો. શેપ પરથી સમજાતું હતું કે સાપે એના કદ કરતાં મોટા ગોળા જેવું કંઈક ગળી નાખ્યું છે. તપાસ કરતાં ખબર પડી કે એના પેટમાં ગોલ્ફ બોલ્સ છે. ડોક્ટરોએ આકળવિકળ થઈ રહેલા સાપને પહેલાં તો શાંત કરવા માટે ભારે ઍનેસ્થેટિક્સનું ઇન્જેક્શન આપ્યું. ભરપૂર ઘેનમાં સરી પડેલા સાપના પેટમાંથી ડોક્ટરોએ જાણે નળીમાંથી દબાવી-દબાવીને ગોળીઓ કાઢતા હોય એમ બોલ્સ મોં વાટે જ બહાર કાઢ્યા હતા. ડોક્ટરોએ આ અનોખી ઘટનાનો વિડિયો લીધો હતો અને સોશ્યલ મીડિયા પર શેર કરીને લખ્યું હતું કે આ અમારા માટે યાદગાર કેસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *