જય શ્રી રામના જયઘોષ સાથે રણબીરે ઉઠાવ્યું શિવધનુષ

બહુપ્રતિક્ષિત ફિલ્મ ’રામાયણ’ આ વર્ષે 6 નવેમ્બરે વિશ્વભરમાં અને 8 નવેમ્બરે ભારતમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના પ્રમોશન માટે ગઈ કાલે ફિલ્મસિટીમાં આવેલા પ્રાઇમ ફોકસ…

બહુપ્રતિક્ષિત ફિલ્મ ’રામાયણ’ આ વર્ષે 6 નવેમ્બરે વિશ્વભરમાં અને 8 નવેમ્બરે ભારતમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના પ્રમોશન માટે ગઈ કાલે ફિલ્મસિટીમાં આવેલા પ્રાઇમ ફોકસ સ્ટુડિયોમાં એક ભવ્ય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દુનિયાનો સૌથી પ્રખ્યાત યુટ્યુબર મિસ્ટર બીસ્ટ ખાસ મહેમાન તરીકે હાજર રહ્યો હતો. તેની સાથે ફિલ્મના મુખ્ય કલાકારો રણબીર કપૂર અને સાઈ પલ્લવી તેમ જ રવિ દુબે, ડિરેક્ટર નિતેશ તિવારી અને પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

તમામે કેમેરા સામે પોઝ આપ્યા હતા તેમ જ રણબીરની મિસ્ટર બીસ્ટ સાથેની તસવીરે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે અને એ સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. મિસ્ટર બીસ્ટે પણ આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિ અને ભગવાન શ્રીરામ પ્રત્યે આદર વ્યક્ત કરતાં ’જય શ્રીરામ’નો જયઘોષ કર્યો હતો. આ પ્રમોશનલ ઇવેન્ટમાંથી રણબીરની કેટલીક ખાસ તસવીરો પણ સામે આવી છે જેમાં તે શિવધનુષ ઉપાડતો જોવા મળે છે. રણબીરના આ અંદાજને જોઈને ઇવેન્ટમાં હાજર લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *